Not Set/ રાજકારણની ખલનાયિકા મહેબુબાની ફરી અવળવાણી..!!

તાલિબાનોના નામે કેન્દ્રને ધમકાવવા પાકિસ્તાની ભાષા બોલનાર કાશ્મીરના મુખ્યમંત્રીએ સમજી લેવું જાેઈએ કે આ ભારત છે. અમેરિકા નથી

India Trending
મહેબુબા મુફતી

જે દેશમાં કે રાજ્યમાં રહેતા હોય ખાતા-પીતા હોય અને જે રાજ્યના દેશના લોકોને ભ્રમમાં નાખી પોતાના ખેલ પાડતા હોય તેવા પરિબળોની ભારતમાં કમી નથી. આવા પરિબળોને પાંચમી કટારિયા પણ કહેવાય અને ઈતિહાસના ખલનાયક જેવા પાત્રો અમીચંદ અને જયચંદ પણ કહી શકાય. આવા લોકોની આ દેશમાં કમી નથી. ભારતમાં રહી પાકિસ્તાન જેવી ભાષા બોલનારા પણ આજ વ્યાખ્યામાં આવે. જમ્મુ – કાશ્મીરમાં ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી કેન્દ્રના ટેકા, મહેરબાની અને કેન્દ્રના શાસક પક્ષ ભાજપની ભાગીદારીથી રાજ કરી અલગતાવાદના મૂળિયા ઉંડા નાખવા અને વિવાદી પગલાં અને વિવાદી વાતો કરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. તે જમ્મુ-કાશ્મીરના માજી (પુર્વ) મુખ્યમંત્રી મહેબુબા મુફતી પહેલા જે ખલનાયિકા જેવી ભૂમિકા ભજવતા હતા તે અત્યારે પણ ભજવે છે.

himmat thhakar 1 રાજકારણની ખલનાયિકા મહેબુબાની ફરી અવળવાણી..!!

જમ્મુ-કાશ્મીરમાં એક રેલીને સંબોધતા તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનનો ઉલ્લેખ કરીને કહ્યું કે અમેરિકાને ત્યાંથી બિસ્તરા પોટલા લઈને ભાગવું પડ્યું છે. આટલી વાત કહીને આ દૂધ પાઈને ઉછરેલી નાગણ જેવી આ મહિલા અટકી હોત તો સારૂ હતું પરંતુ તેણે પોતાનું પોત પ્રકાશ્યું અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જાની વાત કરીને કહ્યું કે અમારી ધીરજની પરીક્ષા ન લો – વિશેષ દરજ્જાે જાે નહિ મળે તો અમારી ધીરજ ખૂટી જશે અને કેન્દ્રને સંબોધીને કહ્યું કે તમારૂં નામોનિશાન મટી જશે. બીજી તો ઘણી વાતો કરી છે. ૩૭૦મી કલમની નાબૂદી બાબતમાં પણ અવળવાણી પહેલા પણ કહી હતી અને આજે પણ ચાલુ રાખી છે. આડકતરી રીતે પોતાના શબ્દો દ્વારા આ પૂર્વ મુખ્ય પ્રધાને તાલીબાનોને સમર્થન આપ્યું છે – ટેકો આપ્યો છે અને બીજા અર્થમાં કહો તો તરફદારી કરી છે અને તાલીબાનોએ જે રીતે અમેરિકાને ભગાડ્યું તેવા તમારા (કેન્દ્ર)ના હાલ થશે તેવું કહી દીધું છે.

મહેબુબા મુફતી

ભલે શબ્દોમાં થોડો ફેર હોય પણ તાલિબાનો માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને જે ભાષામાં વાત કરી હતી તે જ ભાષામાં વાત કરી છે. પાકિસ્તાન અને આઈ.એસ.આઈ. તો તાલિબાનને ટેકો ઓ છે. તાલિબાનો પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા જમ્મુ-કાશ્મીરના અનેક ફરારી નેતાઓના સંપર્કમાં છે. પાકિસ્તાન આતંકવાદની ફેકટરીનો ઈલકાબ મેળવી ચૂક્યું છે અને તાલિબાનોના શાસન બાદ અફઘાનિસ્તાનમાં જે કાંઈ થયું છે તે અથવા તો લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે તે બાબત પણ અફઘાનિસ્તાન આતંકીસ્તાન બની રહ્યું હોવાની વાતનો સ્પષ્ટ સંકેત આપે છે. આની સાથે પોતાનો સૂર પૂરાવનાર મહેબુબા મુફ્તી પાકિસ્તાન અને તાલિબાનોની ભાષા બોલી કેન્દ્રને ધમકાવવાનો પ્રયાસ કરે તે કોઈ રીતે યોગ્ય નથી. ભૂતકાળમાં પણ મહેબુબા મુફ્તી અનેક વિવાદી વિધાનો કરી ચૂક્યા છે. કેટલાક અલગતાવાદી નેતાઓને પોતાના શાસન દરમિયાન મુક્ત કરી ચૂક્યા છે. તેમના ભાજપની ભાગીદારીવાળા શાસનના ચાર વર્ષ દરમિયાન કાશ્મીરમાં અને તેમાંય ખાસ કરીને કાશ્મીરનાં ખીણ વિસ્તારમાં અલગતાવાદી તત્વોના મૂળિયા ઉંડા ગયા છે. મહેબુબાના શાસન દરમિયાન શ્રીનગરમાં વખતોવખત ‘આતંકવાદ ઝીંદાબાદ’ના નારા લાગતા હતાં. આ પણ એક વાસ્તવિકતા છે. જવાનો પર પથ્થરમારો થતો હતો. આવા પથ્થરબાજ તત્વો સામે કેન્દ્ર સરકારે પગલાં ભરવા શરૂ કર્યા ત્યારે પણ મહેબુબાએ અનેક વખત આજ પ્રકારની અવળવાણી કરતાં વિધાનો કર્યા હતા. ૩૭૦મી કલમની નાબૂદીના કેન્દ્રીય પગલાં બાદ જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવીને ફરી કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે. એકવિપક્ષી નેતા તરીકે કેન્દ્ર પર પ્રહારો કરવાનો તેનો અધિકાર છે પણ આ પ્રહારો કરતી વખતે દેશની એકતા અને અખંડીતતાને નુકસાન કરતી કોઈ વાત ન કરવી જાેઈએ. પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવી કે ન કરવી તે કેન્દ્રનો અધિકાર છે અને પાકિસ્તાન અત્યારે જે રીતે વર્તે છે, પાકિસ્તાની નેતાઓ જે પ્રકારની ભાષા બોલે છે તે જાેતાં આતંકવાદને સમર્થન અને વાટાઘાટો એ બન્ને વાત સાથે થઈ શકે નહિ તેવું ભારત સરકારનું વલણ સો ટકા વ્યાજબી છે. યોગ્ય પણ છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી.

મહેબુબા મુફતી
મહેબુબાના નિવેદનનો કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારામને જવાબ આપ્યો છે – અને ટીકા પણ કરી છે અને તાલિબાનોના ઓઠા હેઠળ કેન્દ્રને ધમકી આપવાની બાબત અંગે આકરી ટીકા પણ કરી છે. જ્યારે જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રૈનાએ પણ મહેબુબાના પ્રહારોનો તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભાજપના આ કાશ્મીરી નેતાએ કહ્યું છે કે મહેબુબા મુફ્તીએ સમજી લેવું જાેઈએ કે ભારતના વડાપ્રધાન પદે મોદી છે, બાઈડન નહીં. આમા ઘણું આવી જાય છે. ભારત સરકારે ભલે ગમે તે કારણોસર પગલાં ન ભર્યા હોય પરંતુ એવું વલણ તો જાહેર કરી દીધેલં જ છે કે પીઓકે એટલે કે પાકિસ્તાની કબજા હેઠળનું કાશ્મીર એ પણ જમ્મુ કાશ્મીરનો એક ભાગ છે. ભારતનો જ ભાગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ૨૦૧૯માં ૩૭૦મી કલમની નાબૂદી અંગેની ચર્ચામાં ભાગ લેતા કહી ચૂક્યા છે કે પીઓકે એ ભારતનો ભાગ છે. તાજેતરમાં પાકિસ્તાને પોતાના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં ચૂંટણીઓ યોજી ત્યારે ભારતીય પ્રવક્તાએ સત્તાવાર વિરોધ કર્યો હતો અને કહ્યુ હતું કે પાકિસ્તાને આ વિસ્તાર ખાલી કરી ભારતને સોંપી દેવો જાેઈએ. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ તેમના શાસનકાળ દરમિયાન આ વાત દોહરાવી ચૂક્યા છે ત્યારે મહેબુબા મુફ્તી અને પહેલાના હરીફ અને હાલ સાથીદાર બનેલા નેશનલ કોન્ફરન્સના નેતાઓ અને કાશ્મીરના પુર્વ મુખ્ય પ્રધાનો ડો. ફારૂક અબ્દુલ્લા અને તેના પુત્ર ઉમર અબ્દુલ્લા પીઓકેના મામલે પાકિસ્તાનને એક પણ શબ્દ કેમ કહેતા નથી ?

મહેબુબા મુફતી 1 રાજકારણની ખલનાયિકા મહેબુબાની ફરી અવળવાણી..!!

શું જમ્મુ-કાશ્મીરના પીડીપી અને નેશનલ કોન્ફરન્સના નેતાઓને એ વાતની ખબર નથી કે આ એ જ ભારત છે જેણે ત્રણ ત્રણ યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચાંટતું કર્યું છે. આ એ જ ભારત છે જેના લોખંડી મહિલા નેતા ઈંદિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે ભારતીય જવાનોએ પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય તેવી હાર આપીને પાકિસ્તાનનું વિભાજન પણ કરી બતાવ્યું હતું. તે વખતે અમેરિકાએ પાકિસ્તાની ખૂલ્લી તરફદારી કરી હતી તે વાત આ અવળવાણી કરનારા નેતાઓ કેમ ભૂલી જાય છે. બાકી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો સાફ શબ્દોમાં સોમનાથ ખાતેના કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આસ્થાને આતંકવાદ ક્યારેય નાબૂદ કરી શકતો નથી અને આતંકવાદી રાજ ક્યારેય કાયમી હોતું નથી.

વિશ્લેષણ / ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા
વિશ્લેષણ / તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ
વિશ્લેષણ / તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ