મન કી બાત/ PM મોદી 30 જાન્યુઆરીએ કરશે ‘મન કી બાત’, આ કારણે કાર્યક્રમ અડધો કલાક થશે મોડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કરે છે.

Top Stories India
મન કી બાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને સંબોધિત કરે છે. આ કાર્યક્રમ આ મહિનાના છેલ્લા રવિવારે પણ યોજાનાર છે, પરંતુ તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે દર વખતે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવ્યો છે, ત્યારે આ મહિનાના છેલ્લા રવિવારે (30 જાન્યુઆરી) યોજાનાર પીએમ મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સવારે 11 વાગ્યાને બદલે અડધો કલાક મોડો 11: 30 વાગે થશે.

આ પણ વાંચો : દેશમાં આજે સતત બીજા દિવસે કોરોનાનાં કેસમાં નોંધાયો નજીવો ઘટાડો

આ સંબંધમાં રવિવારે (23 જાન્યુઆરી)ના રોજ વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિની ઉજવણી પછી પીએમ મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ થશે.

30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની છે પુણ્યતિથિ  

પીએમ મોદીનો વર્ષ 2022નો આ પહેલો રેડિયો કાર્યક્રમ હશે, જે એવા દિવસે આવી રહ્યો છે જ્યારે દેશભરમાં મહાત્માની પુણ્યતિથિ ઉજવવામાં આવશે. તેને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જેના પર દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારોહ દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર યોજાય છે. આ દિવસે (30 જાન્યુઆરી) 1948 માં, મહાત્મા ગાંધીની દક્ષિણપંથી સંગઠન સાથે સંકળાયેલા નાથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પીએમ મોદીએ અગાઉ 26 ડિસેમ્બર 2021ના રોજ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં સંબોધન કર્યું હતું. પીએમ મોદીના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમની આ 84મી આવૃત્તિ હતી. હવે વર્ષ 2022માં પીએમ મોદી જે રેડિયો કાર્યક્રમને સંબોધશે તે ‘મન કી બાત’ની 85મી આવૃત્તિ હશે. ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન ઉપરાંત તેને ટ્વિટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લાઈવ સાંભળી શકાય છે.

આ પણ વાંચો : ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવનાર આ ભારતીય હવે 100મી ચૂંટણી લડવાનો કર્યો નિર્ધાર,જાણો વિગત

આ પણ વાંચો : IRCTC તેજસ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલા 544 મુસાફરોને એક લાખ રૂપિયાથી વધુ આપશે,જાણો વિગત

આ પણ વાંચો :અમર જવાન જ્યોતિ મામલે અખિલેશ યાદવ 26 જાન્યુઆરીએ લેશે આ સંકલ્પ,જાણો વિગત

આ પણ વાંચો :BSPના સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,જાણો સમગ્ર વિગત