LRD/ ગાંઘીનગર મેદાન પર LRDની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી,વાયબ્રન્ટના લીધે નિર્ણય

વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10, 11 અને 12 જાન્યુઆરી 2022ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલી છે

Top Stories Gujarat
GHANDHINAGAR ગાંઘીનગર મેદાન પર LRDની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી,વાયબ્રન્ટના લીધે નિર્ણય

લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10, 11 અને 12 જાન્યુઆરી 2022ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલી છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી, 1 તથા ૨ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. તથા અન્ય 14 મેદાન ઉપરની શારીરિક કસોટી યથાવત રહેશે.

ગુજરાતમાં  પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. જેમાં ગાંધીનગરના મેદાન પર આગામી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે. હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ થઈ હતી, જેમાં 24 ડિસેમ્બર સુધી PSI અને LRD બંને ભરતી માટે ફોર્મ ભરનારા ઉમેદવારોની સાથે પરીક્ષા લેવાઈ હતી. આ બાદ 25મી ડિસેમ્બરથી માત્ર LRDની ભરતીનું ફોર્મ ભરનારા ઉમેદવારોની કસોટી ચાલી રહી છે.