Not Set/ કેરળના રાહત ફંડમાં અમિતાભે 50 લાખ આપ્યા પછી પણ થઇ ગઇ ખીંચાઇ

મુંબઈ કેરળમાં પૂરથી થતા બગાડને કારણે ત્યાંની લાઈફ અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. વિશ્વભરના લોકો અને સંસ્થાઓ કેરળની મદદ માટે આગળ આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં કેરળને મદદ કરવા, બોલીવુડ સ્ટાર્સ પણ તેમના હાથ લંબાવ્યા હતા. હૃતિક રોશન, સુશાંત સિંહ રાજપૂત સુધી ઘણા સ્ટાર્સએ કેરળના પૂરના ભોગ બનેલા લોકોની મદદ માટે ડોનેશન કર્યું છે. પરંતુ […]

Trending Entertainment
yyyy 1 કેરળના રાહત ફંડમાં અમિતાભે 50 લાખ આપ્યા પછી પણ થઇ ગઇ ખીંચાઇ

મુંબઈ

કેરળમાં પૂરથી થતા બગાડને કારણે ત્યાંની લાઈફ અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. વિશ્વભરના લોકો અને સંસ્થાઓ કેરળની મદદ માટે આગળ આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં કેરળને મદદ કરવા, બોલીવુડ સ્ટાર્સ પણ તેમના હાથ લંબાવ્યા હતા. હૃતિક રોશન, સુશાંત સિંહ રાજપૂત સુધી ઘણા સ્ટાર્સએ કેરળના પૂરના ભોગ બનેલા લોકોની મદદ માટે ડોનેશન કર્યું છે.

પરંતુ હજુ પણ કેટલાક લોકો સ્ટાર્સએ કરેલ ડોનેશનને લઈને પ્રશ્ન કરી રહ્યા છે તાજેતરમાં, બિગ બીએ ટ્વિટર પર એક રેકોર્ડિંગ સ્ટુડિયોનો ફોટો પોસ્ટ કરી છે. આ ફોટો તેમના આગામી શો KBCના શૂટિંગ દરમિયાનની છે. તેમના આ ફોટા પર ઘણા પ્રશંસકોના રિએક્શન આવ્યા છે, પરંતુ એક ટ્રોલએ અમિતાભની આ તસ્વીરના કોમેન્ટમાં એક સવાલ પૂછ્યો- “શું તમે કેરળમાં ડોનેશન કર્યું છે.?” અમિતાભે આ ટ્રોલરનો જવાબ આપવાનો જરૂરી લાગ્યો. ‘ બિગ બીએ પણ પ્રશ્નનો જવાબ આપ્યો: ‘હા આપ્યું… તમને ખબર પડી ગઈ… તમે પણ આપ્યું?’

Instagram will load in the frontend.

જાણકારી માટે આપને જણાવી દઈએ કે, અમિતાભે કેરળને મદદ કરવા માટે 51 લાખ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત, તેમણે કેરળની મદદ માટે તેમની કેટલીક અંગત વસ્તુઓ દાનમાં આપી છે. આમાં તેમના 80 જેકેટ, 25 પેન્ટ્સ, 20 શર્ટ્સ અને ઘણા સ્કાવર્સ, 40 શુઝની જોડીનો સમાવેશ થાય છે.