Not Set/ ધર્મેન્દ્ર, સલમાન અને રેખા આ સોંગમાં સાથે જોવા મળશે, વીડીયો  

મુંબઇ  દેઓલ ફેમિલીની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે‘ રિલીઝ પહેલાથી જ ચર્ચામાં છવાયેલી છે. ધર્મેન્દ્ર અને તેમના બે પુત્રો સની અને બોબી દેઓલ આ ફિલ્મમાં કામ કર્યું છે. ખાસ બાબત એ છે કે આ ફિલ્મમાં સલમાન ખાન, શત્રુઘ્ન સિન્હા, સોનાક્ષી સિન્હા અને રેખાએ આ ફિલ્મમાં કેમિયો કર્યું છે. દેઓલ ફેમિલી હાલ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મનું […]

Trending Entertainment Videos
kkkk ધર્મેન્દ્ર, સલમાન અને રેખા આ સોંગમાં સાથે જોવા મળશે, વીડીયો  

મુંબઇ 

દેઓલ ફેમિલીની ફિલ્મ યમલા પગલા દીવાના ફિર સે રિલીઝ પહેલાથી જ ચર્ચામાં છવાયેલી છે. ધર્મેન્દ્ર અને તેમના બે પુત્રો સની અને બોબી દેઓલ આ ફિલ્મમાં કામ કર્યું છે. ખાસ બાબત એ છે કે આ ફિલ્મમાં સલમાન ખાનશત્રુઘ્ન સિન્હાસોનાક્ષી સિન્હા અને રેખાએ આ ફિલ્મમાં કેમિયો કર્યું છે. દેઓલ ફેમિલી હાલ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મનું સોંગ ‘રાફ્તા રાફ્તા’ શુક્રવારે દિલ્હીમાં રિલિઝ કરવામાં આવ્યું હતું.

આ ગીત રિલીઝ થતા જ વાયરલ થઇ રહ્યું છે. કદાચ બોલીવુડના ચાહકો એક જ ગીતમાં હિન્દી સિનેમાની ઘણી પેઢીઓ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ધરમ પાજી ડાન્સના મામલે કમજોર છે. પરંતુ સલમાન સાથેનાં ગીતો પરના તેમના મુવ્સ આકર્ષક છે. ધર્મેન્દ્ર,સલમાન સાથે  ઘણાં દિવસો પછી રેખાનો અંદાજ પણ જોવા જેવો છે.

જુઓ વીડીયો..

અહીં જાણો છું છે આ સોંગમા..?

આમ તો આ સોંગમાં બે પેઢીના સ્ટાર્સની હાજરી સિવાઈ કંઈ ખાસ નથી. આપને જણાવી દઈએ કે આ સોંગ ધર્મેન્દ્રની જૂની ફિલ્મ ‘કહાની કિસ્મત કી’નું છે. યમલા પગલા દીવાના ફિર સે માટે ઘણા જુના લોકપ્રિય સોંગને મિક્સ કરીને બનાવવામાં આવ્યું છે. યુટ્યુબ પર આ ગીત સારેગામાએ રિલીઝ કર્યું છે. આ સોંગ પાંચ મિનીટ કરતા પણ લાંબુ છે. સોંગ રિલીઝના થોડાક જ કલાકોમાં લાખ કરતા પણ વધારે વાર જોવામાં આવ્યું છે. જણાવી દઈએ કે યમલા પગલા દીવાના ફિર સે 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.