Not Set/ દિલ્લીમાં ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતમાં જ હવાના પ્રદુષણમાં થયો વધારો

નવી દિલ્લી વાતાવરણમાં બદલાવ આવવાના લીધે ઓક્ટોમ્બર મહિનામાં હવાના પ્રદુષણની સમસ્યા વધી ગઈ છે. ખાસ કરીને સવારે અને સાંજના સમયે પ્રદુષણનું સ્તર વધારે ખરાબ રહે છે. બપોરે તડકાને લીધે આ પ્રદુષણમાં ઘટાડો જોવા મળે છે. એવામાં દિલ્લીમાં ૧૫થી ૧૭ ઓક્ટોમ્બર વચ્ચે પ્રદુષણ વધવાની શંકા જણાઈ રહી છે. ઘણી મહેનત કરી હોવા છતાં દિલ્લીનો એર ઇન્ડેક્સ […]

Top Stories India Trending
404827 403901 delhi air pollution દિલ્લીમાં ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતમાં જ હવાના પ્રદુષણમાં થયો વધારો

નવી દિલ્લી

વાતાવરણમાં બદલાવ આવવાના લીધે ઓક્ટોમ્બર મહિનામાં હવાના પ્રદુષણની સમસ્યા વધી ગઈ છે. ખાસ કરીને સવારે અને સાંજના સમયે પ્રદુષણનું સ્તર વધારે ખરાબ રહે છે. બપોરે તડકાને લીધે આ પ્રદુષણમાં ઘટાડો જોવા મળે છે. એવામાં દિલ્લીમાં ૧૫થી ૧૭ ઓક્ટોમ્બર વચ્ચે પ્રદુષણ વધવાની શંકા જણાઈ રહી છે.

ઘણી મહેનત કરી હોવા છતાં દિલ્લીનો એર ઇન્ડેક્સ સપ્ટેમ્બરના અંતમાં ખરાબ સ્તર સુધી પહોચી ગયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના એર બુલેટીન પ્રમાણે,

દિલ્લીનો એર ઇન્ડેક્સ ૨૦૧

 ભિવાડીનો એર ઇન્ડેક્સ ૨૯૮

ગુરુગ્રામનો એર ઇન્ડેક્સ ૨૯૨

 ફરીદાબાદનો એર ઇન્ડેક્સ ૨૦૬

ગાઝિયાબાદનો એર ઇન્ડેક્સ ૨૪૮

 નોઇડાનો એર ઇન્ડેક્સ ૨૫૭

તમને જણાવી દઈએ કે છેલ્લા ૩ વર્ષોથી દિલ્લીમાં પ્રદુષણની સમસ્યા વધી રહી છે. આ સમસ્યા ઓક્ટોમ્બર મહિનામાં જ સૌથી વધારે જોવા મળે છે.

વર્ષ ૨૦૧૫માં ઓક્ટોમ્બર મહિનામાં ખરાબ  સ્તર ૯ દિવસ અને વર્ષ ૨૦૧૭માં ૧૪ દિવસ રહ્યું હતું.આ વર્ષે પણ દિલ્લીમાં ઓક્ટોમ્બર મહિનામાં ૪ માંથી ૨ દિવસ ખરાબ સ્તરનું પ્રદુષણ રહ્યું છે.