Not Set/ 260 કરોડની છેતરપીંડીનો મામલો: વિનય શાહ વિરુદ્ધ 20 કરોડનો માનહાનીનો દાવો કરશે સિનિયર IPS જેકે ભટ્ટ

અમદાવાદ, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પ્રેસિડેન્ટ પ્લાઝામાં આર્ચરકેર નામે ચાલતી કંપની દ્વારા ઓનલાઇન જાહેર ખબર જોઇને પૈસા કમાવાના નામે અંદાજે એક લાખ લોકો સાથે કરોડોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વિનય શાહ અને તેની પત્નિ ભાર્ગવી શાહ દ્વારા હજારો લોકોને સ્કીમના નામે કરોડોની ઠગાઇ કરી ફરાર થઇ ગયા હતા. આ બંટી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 1 112 260 કરોડની છેતરપીંડીનો મામલો: વિનય શાહ વિરુદ્ધ 20 કરોડનો માનહાનીનો દાવો કરશે સિનિયર IPS જેકે ભટ્ટ

અમદાવાદ,

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા પ્રેસિડેન્ટ પ્લાઝામાં આર્ચરકેર નામે ચાલતી કંપની દ્વારા ઓનલાઇન જાહેર ખબર જોઇને પૈસા કમાવાના નામે અંદાજે એક લાખ લોકો સાથે કરોડોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વિનય શાહ અને તેની પત્નિ ભાર્ગવી શાહ દ્વારા હજારો લોકોને સ્કીમના નામે કરોડોની ઠગાઇ કરી ફરાર થઇ ગયા હતા. આ બંટી અને બબલી દ્વારા અંદાજે 260 કરોડની છેતરપીંડી કરી હોવાની વાત સામે આવી છે.

11 પાનાનો લેટર સોશીયલ મીડિયામાં વાયરલ

આરોપી વિનય શાહ દ્વારા આ કૌભાંડ બાબતે 11 પાનાનો લેટર સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, નેતા તથા મીડિયાના કેટલાક પત્રકારોને પૈસા આપ્યાનો આક્ષેપ કરવામાં આવેલ છે અને આ પત્ર આરોપી વિનય શાહ દ્વારા વાયરલ થયેલ છે. વિનય શાહ હાલ દેશ છોડીને નાસી ગયેલાની હકીકત જાણવા મળી રહી છે. આરોપી વિરુધ ભોગ બનનારા લોકો ફરિયાદો પણ હાલમાં દાખલ કરાવી રહ્યા છે.

વિનય શાહ વિરુધ રૂપિયા 20 કરોડનો માનહાનીનો દાવો કરશે: જેકે ભટ્ટ

ખાસ પોલીસ કમિશનર જેકે ભટ્ટ દ્વારા જાણવામાં આવ્યું હતું કે, વિનય શાહ દ્વારા જે લેટર વાયરલ કરવામાં આવેલ છે તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમાં તેમણે પણ નાણા લીધેલ છે પરંતુ આ આક્ષેપ તદ્દન પાયા વિહોણા અને ખોટા છે. આ અંગે અમારી બદનક્ષી થયેલાનું માલુમ પડતા અમારી વિરુધ ખોટા આક્ષેપો કરનારને યોગ્ય સજા મળે તે હેતુથી તા.12/11/2018ના રોજ એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં વિનય શાહ વિરુધ ઈપીકો કલમ, 500,501 મુજબ બદનક્ષીનો ( ક્રિમીનલ ડેફેમેશન)ની ફરિયાદ દાખલ કરી છે. તેમજ આરોપી વિનય શાહ વિરુધ રૂપિયા 20 કરોડનો માનહાનીનો દાવો કરશે. તેમ તેમણે જણાવ્યું હતું.

2થી ત્રણ મિનીટ જાહેર ખબર જોઇને 18 થી 20 ટકા વળતરની લોભામણી જાહેરાત

શહેરના પોસ વિસ્તાર એવા થલતેજમાં વિનયશાહ દ્વારા આર્ચર કેર ડિઝીટલ નામની કંપની શરૂ કરી હતી જે કંપનીમાં ગ્રાહકોને રૂ. 4500 થી લઇને 25000 સુધીનું રોકાણ કરીને 12 મહિને 31 હજાર સુધી રકમ આપવાના વાયદા કરાયા હતા. આ કંપનીમાં અત્યાર સુધીમાં રોકાણ કરેલા એક લાખ સાથે અંદાજે 260 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે.

આ કંપની દ્વારા ઓનલાઇન  2થી ત્રણ મિનીટ જાહેર ખબર જોઇને 18 થી 20 ટકા વળતરની લોભામણી જાહેરાત કરવામાં આવતી હતી, તેમજ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાંથી 100 કરતા વધુ એજન્ટો મારફતે એક લાખ જેટલા લોકોના 260 કરોડ ફસાયા હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાહુલ જાની નામના વ્યકિત દ્વારા આ અંગે ફરિયાદ નોંધાઇ છે. પોલીસને પ્રાથમિક તપાસમાં આ કંપનીનો માલિક વિનય શાહ નેપાળ અને તે બાદ બીજા કોઇ દેશમાં ફરાર થઇ ગયો હોવાની વિગતો મળી છે. આ ઠગ દંપની દ્વારા અમદાવાદ સિવાય અન્ય શહેરમાં પણ લોકો સાથે છેતરપીંડી આચરવાંમાં આવી હતી. આ કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે પણ 3 લાખનો તોડ કરાવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

કઇ રીતે કરવામાં આવી છેતરપીંડી

આ ઠગ દંપની દ્વારા અલગ અલગ ત્રણ પ્રકારની સ્કીમ બનાવીને વળતર ચૂકવવા જણાવવામાં આવતુ હતુ. જે ત્રણ સ્કીમમાં પ્રો સ્કીમમાં 4500 રૂ. દરરોજ 10 એડ જોવાથી 40 ક્રેડીટ અપાતુ જેમાં 10 મહિને 7920 ચુકવવાનો દાવો કરાતો તેમજ 4 લોકોની ચેઇન બનાવાથી વધુ વળતર અપાતુ હતુ.

તેવી જ રીતે રૂ. 9500 ની પ્રીમીયમ સ્કીમમાં દરરોજ 15 જાહેરાત જોતા અને 4 લોકોની ચેઇન કરતા 12 મહિને 20196 ચૂકવવાનો દાવો કરાતો તે બાદ રૂ. 25000 ની પ્રાઇડ સ્કીમમાં દરરોજ 20 એડ જોતા વર્ષે 61776 રૂ. ચુકવવાનો દાવો કરવામાં આવતો હતો છેલ્લાં ત્રણ મહિના સુધી આ ઠગ કંપની દ્વારા લોકોને વિશ્વાસમાં લેવા માટે વળતર અપાતુ હતુ.

જોકે આજે છેલ્લાં અમુક સમયથી લોકોને દિવાળી પછી વળતર આપવાના વાયદા કરાતા હતા અને આજે સવારે આ કંપનીમાં તાળા લાગી જતા છેતરપીંડી કરાતી હોવાની જાણ થતા 300 થી વધુ લોકોને ટોળું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોચી ગયુ હતુ. ગઇ કાલે આ અંગેની ફરિયાદ નોંધાઇ જતા પોલીસે આ દંપતની શોધખળ શરૂ કરી હતી. રાત્રે 2થી ત્રણ વાગેના અરસામાં વસ્ત્રાપુર પોલીસ વિનયશાહના પાલડી સ્થિત ઘરે પહોચ્યા હતા ત્યાં વિનય શાહની પત્નિ સાંજે 8 વાગે ઘરેથી ફરાર હોવાનું માલુમ પડ્યું હતુ.

વ્હોસએપ ગૃપમાં સુસાઇડ નોટ મોકલવામાં આવી હતી

હાલતો વસ્ત્રાપુર પોલીસને આ ઠગ દંપતી અંગે કોઇ ભાળ મળી નથી. હવે આ બંટી અને બબલીની ગેંગ દેશ બહાર ન જઇ શકે તે માટે વસ્ત્રાપુર પોલીસે તમામ એરપોર્ટ પર પણ જાહેરાત કરી છે. વિનય શાહ દ્વારા વ્હોસએપ ગૃપમાં સુસાઇડ નોટ મોકલવામાં આવી હતી જે બાબતે પોલીસને કોઇ ફરિયાદ મળી ન હોવાથી તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ઘરી નથી.

હાલમાં પોલીસે આ પતિ અને પત્નીને શોધવા અંગેની કાર્યવાહી હાથ ઘરી છે.આ કૌભાંડ સામે આવ્યા પછી વિનય શાહની ડાયરીના ચોંકાવનારા 11 પાના સામે આવ્યા છે. વિનયે કેટલાંક પત્રકારોને અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને લાખો રૂપિયા ચૂકવ્યા હોવાના આક્ષેપ ડાયરીમાં કર્યા છે. વિનયે વસ્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ પૈસા ચૂકવ્યા હોવાનો આક્ષેપ ડાયરીમાં કર્યો છે.