Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હાલની રાજકિય પરિસ્થિત વિશે જાણો,2017ની સ્થિતિ પ્રમાણે પ્રથમ અને બીજા તબક્કાની બેઠકોનું સમીકરણ

ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે સાથે અમુક બેઠકો પર ઓવૈસીની પાર્ટી પણ લડવાની હોવાથી ચૂંટણી રસપ્રદ બનશે તે ચોક્કસ કહી શકાય.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
5 5 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હાલની રાજકિય પરિસ્થિત વિશે જાણો,2017ની સ્થિતિ પ્રમાણે પ્રથમ અને બીજા તબક્કાની બેઠકોનું સમીકરણ

ગુજરાત  વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ગયું છે હવે ચૂંટણીની જંગ બે તબક્કા હેઠળ એટલે કે 1 અને 5 ડિસેમ્બરે  યોજાશે, આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ચૂંટણીના સમીકરણો બદલાયા છે, ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે સાથે અમુક બેઠકો પર ઓવૈસીની પાર્ટી પણ લડવાની હોવાથી ચૂંટણી રસપ્રદ બનશે તે ચોક્કસ કહી શકાય. આમ આદમી પાર્ટીની ગેરેટી અને કોંગ્રેસના વચનો તો ભાજપનો વિકાસ જનતા સમક્ષ છે ,કોણ જીતશે તે તો 8 ડિસેમ્બરે ખબર પડશે.

ગુજરાતમાં ચૂંટણી પંચે બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કર્યું છે 1 અને 5 ડિસેમ્બરમાં યોજાનાર મતદાન અંગેની બેઠકો પર હાલની પરિસ્થિતિ શું છે તે જાણીશું તેના પરથી એક અંદાજ સામે આવશે. જાણી શકાશે કે રાજકિય સ્થિતિ કેવી છે. પહેલા તબક્કામાં એટલે કે 1 ડિસેમ્બરે યોજાનાર મતદાન અંગે ભૂતકાળમાં 2017 14મી વિધાનસભાના પરિણામ શું હતા તે જાણીશું

પહેલા ચરણની વાત કરીએ તો સૈારાષ્ઠ,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનો છે આ બેઠક પર ભૂતકાળના ફલેશમાં જઇએ તો ખબર પડશે કે કોને કેટલી બેઠકો મળી છે.પહેલા તબકકામાં 89 બેઠકો છે. પહેલા સૌરાષ્ઠ અને કચ્છ ઝોનમાં 12  જિલ્લાની 54 બેઠકોમાથી 31 બેઠકો પર ભાજપની જીત થઇ હતી અને 20 પર કોંગ્રેસ અને 1 એનસીપી 1 અને બે બેઠકો ખાલી છે જેમાં દ્રારકા અને વિસાદર છે, અને દક્ષિણ ઝોનની 7 જિલ્લાની 35 બેઠકોમાંથી 27 ભાજપ પાસે જ્યારે કોંગ્રેસના ફાળે 6 અને બીટીપી પાસે 2 બેઠકો છે, જે પ્રમાણે સમગ્ર બેઠક પર વાત કરીએ તો પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 58 ભાજપ પાસે છે.

જયારે બીજા ચરણની વાત કરીએ તો એટલે કે 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે તેની રાજકિય સમીકરણો 2017મા્ં કેવા હતા તે જાણી શું,બીજા તબક્કામાં ઉત્તર ઝોન અને મધ્યમ ઝોનનોસમાવેશ થાય છે. આમાં ઉત્તર ઝોનમાં 5 જિલ્લાની 27 બેઠકો પર ભાજપ 2017માં 11 જીતી હતી જયારે ઉપાસે 12 એક 1 અપક્ષ અને 3 બેઠકો ખાલી પડે છે જે પૈકી ઉંઝા,ભિલોડા, અને ખેડબ્રહ્મા સામેલ છે. હવે વાત કરીશું મધ્ય ગુજરાતની 9 જિલ્લાની 66 બેઠકો અંતર્ગત 42 બેઠક ભાજપ પાસે અને 24 બેઠક કોંગ્રેસ પાસે છે, 93 બેઠકમાંથી 24 બેઠક કોંગ્રેસે જીતી હતી. આ ઉપરાંત  હાલ ભાજપ પાસે કુલ 111 બેઠકો છે , કોંગ્રેસ પાસે 62 અને બીટીપી પાસે 2 બેઠક અને અપક્ષ પાસે 1 બેઠક અને 5 બેઠકો ખાલી પડે છે. 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસના 17 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. અને પક્ષ પલટો કરીને ભાજપમાં સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે 2017માં પટેલ આંદોલન અને  અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી સરકારની સામે હતા તે છંતા પણ ભાજપ 99 બેઠક જીતીને સત્તા પર કાબિજ થઇ હતી ,આ વખતે પણ સમીકરણની દ્રષ્ટિએ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કાંટાની ટક્કર છે છંતા પણ ભાજપ જીતે તેવી પ્રબળ શક્યતા રહેલી છે. સર્વેમાં પણ ભાજપને 134 બેઠક મળી શકે છે, હવે પરિણામ સુધી રાહ જોઇએ.