New Medical College/ 2027 સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ

રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવા માંગે છે, એવી આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 01T111317.815 2027 સુધીમાં રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ

અમદાવાદ: રાજ્ય સરકાર દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવા માંગે છે, એવી આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે 2027 સુધીમાં, સરકારનું લક્ષ્ય અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક સ્તરે મેડિકલ સીટોની સંખ્યા વધારીને 12,200 કરવાનું છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છ સરકારી મેડિકલ કોલેજો, 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજો, એક એઈમ્સ અને 20 ખાનગી મેડિકલ કોલેજો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. પીએમ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં ભૂપેન્દ્ર પટેલ સરકારે કામગીરી હાથ ધરી છે.

રાજ્યના બાકી રહી જતાં જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજ શરૂ કરવા માટે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં હાલ 40 મેડિકલ કોલેજ હેઠળ યુ.જી. (સ્નાતક)ની 7050 અને પી.જી. (અનુસ્નાતક)ની 2765ની બેઠક ઉપલબ્ધ છે. રાજ્યના છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમાં થયેલા વધારાની વિગતો જોઈએ તો સ્નાતકની 1,350 અને અનુસ્નાતકની 531 બેઠક વધી છે.

વર્ષ 2027 સુધીમાં યુજી (સ્નાતક)ની 8,500 અને પી.જી. (અનુસ્નાતક)ની અંદાજિત 3,700 બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યુ છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે જીએમઇઆરએસ કોલેજમાં અભ્યાસ કરતાં 2,400 વિદ્યાર્થીઓ પૈકી 1,743 એટલે કે 72 ટકા વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજના હેઠળ ફીમાં રાહત આપવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં મેડિકલ કોલેજ અને બેઠકોમાં થયેલા વધારાની સ્થિતિ જોઈએ તો વર્ષ 2001માં 10 મેડિકલ કોલેજની સામે વર્ષ 2024માં 40 કોલેજ (400 ટકા), 1,275 સ્નાતક બેઠકની સામે 7,050 (553 ટકા) અને 830 અનુસ્નાતક બેઠકની સામે 2,947 (335 ટકા)નો વધારો થયો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ