Not Set/ ધોરણ 10 બોર્ડનું 66.97% રિઝલ્ટ જાહેર, સુરત જિલ્લો ટોપ પર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું.બોર્ડ દ્વારા ધો.10નું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જાહેર થયેલા પરિણામોમાં સુરતમાં સૌથી વધુ 79.63 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું 46.38 ટકા આવ્યુ હતું. ધોરણ 10ના પરિણામમાં છોકરીઓ […]

Top Stories Ahmedabad Gujarat
trtr 1 ધોરણ 10 બોર્ડનું 66.97% રિઝલ્ટ જાહેર, સુરત જિલ્લો ટોપ પર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું.બોર્ડ દ્વારા ધો.10નું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જાહેર થયેલા પરિણામોમાં સુરતમાં સૌથી વધુ 79.63 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું 46.38 ટકા આવ્યુ હતું.

ધોરણ 10ના પરિણામમાં છોકરીઓ બાજી મારી ગઇ છે. છોકરીઓનું રિઝલ્ટ 72.64 ટકા છે જ્યારે છોકરાઓનું પરિણામ 62.83 ટકા છે.

રાજ્યભરમાંથી ધોરણ 10માં કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,જેમાં 7,05 4,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત 6,222 ફિઝિકલ ડીસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી.

બોર્ડની જાહેરાત પ્રમાણે, માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા માર્ચ 2019માં લેવાઈ હતી.

ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.