Not Set/ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેકનાર ગોપાલના 2 દિવસના રિમાન્ડ મજૂંર

ગાંધીનગરઃ વિધાનસભાના પ્રેસ સેન્ટર પાસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાહેડા પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર કોર્ટમાં હાજર કરાયો હતો. ગોપાલના સમર્થનમાં રાજપૂત સમાજના લોકો માટો સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાજપૂત સમાજ ઝિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા. કોર્ટમાં એલસીબીએ ગોપાલના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 2 દિવસના રવિવાર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર […]

Gujarat
img 20170302 wa0048 14884 ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેકનાર ગોપાલના 2 દિવસના રિમાન્ડ મજૂંર

ગાંધીનગરઃ વિધાનસભાના પ્રેસ સેન્ટર પાસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાહેડા પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયાને ગાંધીનગર કોર્ટમાં હાજર કરાયો હતો. ગોપાલના સમર્થનમાં રાજપૂત સમાજના લોકો માટો સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાજપૂત સમાજ ઝિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા.

કોર્ટમાં એલસીબીએ ગોપાલના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 2 દિવસના રવિવાર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર રાખ્યા હતા.

ગોપાલ ઉટાલીયાએ વિધાનસભામાં પ્રેસ સેન્ટર પાસે જઇને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિં જાડેજા પર જૂતું ફેકીને દારૂબંધીને લગતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પહેલા તેણે ડે.સીએમ નીતિન પટેલને પણ ફોન કરીને દારૂના ભાવ વધી ગયા હોવા અંગેની ફરિયાદ કરીતી ક્લિપ વાયરલ થઇ હતી.

ગોપાલ ઇટાલીયા અમદાવાદ સેટેલાઇટ પોલીસમાં હતો. ત્યાર બાદ અમદાવાદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતો હતો. છેલ્લે તે ધંધુકમાં જિલ્લા સેવા સદનમાં ડે.કલેક્ટરની કલાર્ક તરીકે કામ કરતો હતો.