Not Set/ કોંગ્રેસથી કિનારો કરી ચુકેલી પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ આપી મોટી જવાબદારી, જાણો

નવી દિલ્હી, કોંગ્રેસને છોડી શિવસેનામાં જોડાયેલી પ્રિયંકા ચતુર્વેદીને એક મોટી જવાબદારી મળી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, શિવસેનાએ પ્રિયંકાને પાર્ટીની ઉપનેતા બનાવી છે. કોંગ્રેસમાં કદર ન થયા બાદ પ્રિયંકાએ શિવસેનામાં જોડાવવાનું પસંદ કર્યુ હતુ. પ્રિયંકાને શિવસેનામાં જોડાયે હજુ એક અઢવાડિયુ જ થયુ છે ત્યારે તેને પાર્ટીએ એક મોટી જવાબદારી આપી છે. પ્રિયંકાએ આ જવાબદારી મળ્યા બાદ […]

Top Stories India Politics
priyanka chaturvedi new responsibility કોંગ્રેસથી કિનારો કરી ચુકેલી પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ આપી મોટી જવાબદારી, જાણો

નવી દિલ્હી,

કોંગ્રેસને છોડી શિવસેનામાં જોડાયેલી પ્રિયંકા ચતુર્વેદીને એક મોટી જવાબદારી મળી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, શિવસેનાએ પ્રિયંકાને પાર્ટીની ઉપનેતા બનાવી છે. કોંગ્રેસમાં કદર ન થયા બાદ પ્રિયંકાએ શિવસેનામાં જોડાવવાનું પસંદ કર્યુ હતુ.

પ્રિયંકાને શિવસેનામાં જોડાયે હજુ એક અઢવાડિયુ જ થયુ છે ત્યારે તેને પાર્ટીએ એક મોટી જવાબદારી આપી છે. પ્રિયંકાએ આ જવાબદારી મળ્યા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું અભિવાદન કર્યુ હતુ. તેણે પોતાના ફેસબુક પર લખ્યુ છે કે, ઉદ્વવ ઠાકરેને મારુ અભિવાદન. તમે મને આટલી મોટી જવાબદારી આપી છે અને મારા પર તમારો પૂરો વિશ્વાસ અને ભરોસો બતાવ્યો છે તે દરેક આશા પર સાચા ઉતરવા માટે હુ પૂરી રીતે કાર્યરત રહીશ. તમને જણાવી દઇએ કે, શિવસેનાનાં પદાનુક્રમમાં, પાર્ટી અધ્યક્ષનાં પદ બાદ નેતા અને ઉપનેતાનું પદ મહત્વપૂર્ણ છે.

પ્રિયંકા ચતુર્વેદીએ શિવસેનામાં જોડાયા બાદ કહ્યુ હતુ કે, હુ મુંબઇ માટે કામ કરવા માંગુ છુ, આ કારણ છે કે હુ આ પાર્ટીમાં જોડાઇ છુ. આ પહેલા 17 એપ્રિલનાં રોજ પ્રિયંકાએ ટ્વીટ કરતા કોંગ્રેસ પાર્ટી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યુમાં લખ્યુ હતુ કે, જે લોકો મહેનત કરી પોતાની જગ્યા બનાવી રહ્યા છે, તેના બદલે એવા લોકોને માન મળી રહ્યુ છે. પાર્ટી માટે મે ગાળો અને પથ્થર ખાધા છે, છતા પાર્ટીનાં જ નેતાઓએ મને ધમકીઓ આપી. જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા તે બચી ગયા છે. તેમનુ કોઇ કાર્યવાહી વિના બચી જવુ ઘણુ દુર્ભાગ્યપૂર્ણ છે.