Not Set/ અમરેલી: જન્માષ્ટમીનાં પવિત્ર પર્વ નિમિતે લોકમેળાનું ધામધૂમથી કરાયું આયોજન

અમરેલી, અમરેલીમાં જન્માષ્ટમી પર્વની ધામ-ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળો ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે માટે આ લોકમેળાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે આ સાતમ-આઠમનાં મેળામાં સૌ કોઈ લોકો જ્ઞાતિ-જાતિનાં ભેદભાવ રાખ્યા વગર લોકમેળાનો આનંદ લઇ રહ્યા છે. લોકમેળાનાં સ્થળની […]

Top Stories Gujarat Others
dflkdshlkfhkjghkdf અમરેલી: જન્માષ્ટમીનાં પવિત્ર પર્વ નિમિતે લોકમેળાનું ધામધૂમથી કરાયું આયોજન

અમરેલી,

અમરેલીમાં જન્માષ્ટમી પર્વની ધામ-ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળો ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે માટે આ લોકમેળાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હોય છે.

ત્યારે આ સાતમ-આઠમનાં મેળામાં સૌ કોઈ લોકો જ્ઞાતિ-જાતિનાં ભેદભાવ રાખ્યા વગર લોકમેળાનો આનંદ લઇ રહ્યા છે. લોકમેળાનાં સ્થળની વાત કરવામાં આવે તો આ વખતે અમરેલીનાં નૂતન હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી શહેર તેમજ આજુબાજુનાં તાલુકાઓનાં લોકોએ મોટી સંખ્યમાં ભાગ લીધો હતો. આ લોકોમેળામાં જુદી-જુદી રાઈડ શો દ્વારા બાળકોને આકર્ષવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લોકો ભારે ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીનાં પર્વની ઉજવણી કરી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર મંદિરોમાં તેમજ શેરી મોહલ્લાઓમાં લોકો દ્વારા મટકીફોડ તેમજ ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે આ ઉત્સવોની સાથે-સાથે સૌરાષ્ટ્રમાં ભાતીગળ લોક સંસ્કૃતિમાં લોકમેળાનું વિશેષ મહત્વ રહેલું છે.

dsglkjlkghkdfjhgkjdf અમરેલી: જન્માષ્ટમીનાં પવિત્ર પર્વ નિમિતે લોકમેળાનું ધામધૂમથી કરાયું આયોજન
amreli-on-the-occasion-of-janmashtami-amreli-organise-huge-fair

અમરેલી જિલ્લામા જન્માષ્ટમી પર્વની ધામ-ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીમાં પરંપરાગત રીતે છેલ્લા ઘણાં સમયથી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળો ભારતીય સંકૃતિની પ્રતીતિ કરાવાતો હોય છે. નાના-મોટા સૌ કોઈ ઘણા સમયથી આ મેળાની રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે આ સાતમ-આઠમનાં મેળામાં સૌ કોઈ લોકો જ્ઞાતિ-જાતિના ભેદભાવ રાખ્યા વગર લોકમેળાનો આનંદ લઇ રહ્યા છે.

fjhdskjfhjkhdfg અમરેલી: જન્માષ્ટમીનાં પવિત્ર પર્વ નિમિતે લોકમેળાનું ધામધૂમથી કરાયું આયોજન
amreli-on-the-occasion-of-janmashtami-amreli-organise-huge-fair

આ હાઈટેક યુગમાં મેળાઓ પણ ઘણાં હાઈટેક બન્યા છે. છતાં પણ સૌરાષ્ટ્રની જે ભાતીગળ સંસ્કૃતિ હજુ પણ અહીં જળવાઈ રહી છે અને અહીં ખરેખર આ મેળાઓ હજુ પણ ભારતીય સંસ્કૃતિની પ્રતીતિ કરાવી રહ્યા છે. અમરેલીમાં યોજવામાં આવનાર આ મેળો સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવતું હોવાથી આ મેળાને લાયન્સ ક્લબનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો છેલ્લા 20 વર્ષથી ચાલુ છે અને નૂતન હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ લોકમેળામાં અમરેલી શહેર તેમજ આજુબાજુનાં તાલુકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આ મેળામાં ભાગ લેવા માટે આવે છે. લોકમેળામાં જાણે સ્વર્ગ ધરતી પર આવ્યું હોય તેવા દ્રષ્ટયોઃ અહીં જોવા મળી રહ્યા છે. લોકમેળામાં સીટીવી કેમેરાથી સજ્જ છે. તેમજ અલગ-અલગ રાઇડ્સ અને ખાણી-પીણી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ લાયન્સ ક્લબ દ્વારા આ મેળાની થતી આવક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવે છે.

અમરેલી શહેરના આ મેળામાં અલગ-અલગ પ્રકારની રાઇડસો લોકોમાં આકર્ષનું કેન્દ્ર બન્યું છે. જેમાં ચકડોળ, ટોરા-ટોરા, બ્રેકીંગ ડાન્સ ઉપરાંત બાળકો માટે રેલ ગાડી, મોટર વગેરે રાઇડસોનું અનોખું મહત્વ છે. તેમજ ખાસ કરીને જે મોતનો કૂવો જેમાં સાહાસિકો દ્વારા અલગ-અલગ બાઈકો અને કારથી સ્ટન્ટ કરવામાં આવતા હોય છે. તે પણ લોકો કુબ્જ આંનદનો અનુભવ કરી કરી રહ્યા છે. દૂર-દૂરથી લોકો આ મેળામાં આવે છે. નાનાથી માંડી મોટેરાઓ સાથે સૌ કોઈ આ મેળામાં અહીં આવે છે. પોતાના બાળકોને મેળાની વિશેષતાઓ બતાવવા માટે ખાસ કરીને અહીં લાવે છે. જેથી જે આ સંસ્કૃતિ છે એ જળવાઈ રહે.

jlgdflk અમરેલી: જન્માષ્ટમીનાં પવિત્ર પર્વ નિમિતે લોકમેળાનું ધામધૂમથી કરાયું આયોજન
amreli-on-the-occasion-of-janmashtami-amreli-organise-huge-fair

સાતમ-આઠમનાં મેળામાં બાળકોને શાળાઓમાં મીની વેકેશન હોવાને કારણે આ મેળાનો ખુબજ આનંદ લઇ શકે છે. તેમજ ધંધા-રોજગાર માટે જે લોકો બહારના શહેરોમાં જે વસવાટ કરતા જે લોકો છે તેઓ પણ પોતાના વતનમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે અહીં આવતા હોય છે. જેના કારણે આ મેળામાં અલગ જ રોનક જોવા મળે છે. અમરેલી જિલ્લામાં લોકો ભારે ઉત્સાહ પૂર્વક આ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી રહ્યા છે.