Not Set/ અમદાવાદમાં રેડ એલર્ટ, 45 ડિગ્રી પર શેકાતું શહેર

અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે અમદાવાદ છેલ્લા બે દિવસથી અગનજ્વાળા વરસી રહી છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. તો આગામી સમયમાં હજુ પણ ગરમી વધી શકે તેવી હવામાન વિભાગ દ્રારા આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય તડકામાં બહાર ન નીકળવાની […]

Top Stories Ahmedabad Gujarat
modi 14 અમદાવાદમાં રેડ એલર્ટ, 45 ડિગ્રી પર શેકાતું શહેર

અમદાવાદ,

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે અમદાવાદ છેલ્લા બે દિવસથી અગનજ્વાળા વરસી રહી છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. તો આગામી સમયમાં હજુ પણ ગરમી વધી શકે તેવી હવામાન વિભાગ દ્રારા આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ હજી 2 દિવસ રેડ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદમાં હજુ બે દિવસ રેડ એલર્ટના પગલે કોર્પોરેશન દ્રારા બગીચાઓને 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.એ સિવાય અર્બન હેલ્થ સેન્ટરો પર,રેન બસેરાઓ પર અને બીઆરટીએસના બસ સ્ટેન્ડ પર એનર્જી ડ્રીન્ક ઓઆરએસની પણ વ્યવસ્થા કરવામાં આવશે.એએમટીએસના તમામ ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.