Not Set/ પાકને USની ચેતવણી, નાગરિકોને પરત બોલાવો અન્યથા વિઝા પ્રતિબંધ માટે તૈયાર રહો

વોશિંગ્ટન, અમેરિકામાં હજારો નાગરિક ગેરકાયદેસર રીતે રહે છે ત્યારે ગેરકાયદે નાગરિકો સામે અમેરિકાનું હંમેશા કડવ વલણ રહ્યું છે. આ જ બાબતે ટૂંક સમયમાં અમેરિકા પાકિસ્તાનને મોટો ઝટકો આપી શકે છે. હકીકતમાં હાલમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાનના નાગરિકોને પરત લેવાનો પાકિસ્તાને ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના આ અક્કડ વલણ સામે લાંલ આંખ કરતા અમેરિકાએ જણાવ્યું હતું કે […]

Top Stories World
Pakistan and America Relation 2018 પાકને USની ચેતવણી, નાગરિકોને પરત બોલાવો અન્યથા વિઝા પ્રતિબંધ માટે તૈયાર રહો

વોશિંગ્ટન,

અમેરિકામાં હજારો નાગરિક ગેરકાયદેસર રીતે રહે છે ત્યારે ગેરકાયદે નાગરિકો સામે અમેરિકાનું હંમેશા કડવ વલણ રહ્યું છે. આ જ બાબતે ટૂંક સમયમાં અમેરિકા પાકિસ્તાનને મોટો ઝટકો આપી શકે છે. હકીકતમાં હાલમાં અમેરિકામાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાનના નાગરિકોને પરત લેવાનો પાકિસ્તાને ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના આ અક્કડ વલણ સામે લાંલ આંખ કરતા અમેરિકાએ જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાના કાનૂન મુજબ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા જે તે દેશના નાગરિકોને પરત ના બોલાવાય તો તે દેશને વીઝા આપવા પર પ્રતિબંધ લગાવાય છે.

અમેરિકાના ગૃહ વિભાગે આ વિશે કહ્યું હતું કે પાકિસ્તાનમાં દૂત્તાવાસ સંબંધિત દરેક કાર્યો ચાલતા રહેશે. પરંતુ પ્રતિબંધોને કારણે પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવાઇ શકે છે. હવે પાકિસ્તાન એવા 10 દેશોમાં સામેલ થયું છે જેના વિરુદ્વ અમેરિકાએ ગેરકાયદે નાગરિક પ્રતિબંધ કાયદો લાગુ કર્યો છે.

પાકિસ્તાનના અધિકારીઓ પર પહેલા પ્રતિબંધ

અમેરિકી ગૃહવિભાગ અનુસાર સૌથી પહેલા અમેરિકામાં રહેલા ગેરકાયદે પાકિસ્તાની નાગરિકોને પરત ના લેવામાં જવાબદાર અધિકારીઓ વિરુદ્વ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આ અધિકારીઓ સહિત તેના પરિવાર પર પણ પ્રતિબંધ કાયદો લાગુ કરાશે. તે સિવાય અન્ય મંત્રાલયના અધિકારીઓના વીઝા પર પ્રતિબંધ લાગુ કરાશે અને ત્યારબાદ સામાન્ય નાગરિકોનો અમેરિકા પ્રવેશ પર રોક લગાવાશે.