બેઠક/ હેલિકોપ્ટર ક્રેશ મામલે PM મોદીએ CCSની બેઠક બોલાવી,અમિત શાહ અને રાજનાથ સિંહ હાજર રહેશે..

ચોપર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 14 લોકોમાંથી 13ના મોત થયા હોવાના અહેવાલ છે.

Top Stories India
1111111 હેલિકોપ્ટર ક્રેશ મામલે PM મોદીએ CCSની બેઠક બોલાવી,અમિત શાહ અને રાજનાથ સિંહ હાજર રહેશે..

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું છે. ચોપર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 14 લોકોમાંથી 13ના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોની લાશ એટલી ખરાબ રીતે બળી ગઈ છે કે તેમની ઓળખ કરવી શક્ય નથી. આવી સ્થિતિમાં, મૃતદેહોની ઓળખ ડીએનએ પરીક્ષણ દ્વારા જ થઈ શકે છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો હાજર હતા. વાયુસેનાએ કહ્યું છે કે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે સંસદમાં આ ઘટના પર નિવેદન આપશે. આ પહેલા આજે તેઓ દિલ્હીમાં જનરલ બિપિન રાવતના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા.આ મામલે સીએસએસની તત્કાળ બેઠક વડાપ્રધાને બોલાવી છે આ બેઠકમાં રાજનાથ સિંહ આઅને અમિત શાહ ઉપસ્થિત રહેશ.