Not Set/ ભારતની અંતરિક્ષમાં વધુ એક ઉડાન, ઈસરોએ લોન્ચ કર્યો GSAT – 29 સેટેલાઈટ

નવી દિલ્હી, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ બુધવારે GSAT – 29 સેટેલાઈટ લોન્ચ કરવાની સાથે જ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. #WATCH: Indian Space Research Organisation (ISRO) launches GSLV-MK-III D2 carrying GSAT-29 satellite from Satish Dhawan Space Centre in Sriharikota. #AndhraPradesh pic.twitter.com/7572xEzTq2— ANI (@ANI) November 14, 2018 ઈસરો દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન […]

Top Stories India Trending
isro launch ભારતની અંતરિક્ષમાં વધુ એક ઉડાન, ઈસરોએ લોન્ચ કર્યો GSAT – 29 સેટેલાઈટ

નવી દિલ્હી,

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ બુધવારે GSAT – 29 સેટેલાઈટ લોન્ચ કરવાની સાથે જ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે.

ઈસરો દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભારતીય સ્પેસ એજન્સીએ ચાલુ વર્ષે પાંચમું સેટેલાઈટ લોન્ચિંગ કર્યું છે.

શું છે GSAT – 29 સેટેલાઈટ ?

GSAT – 29 એ એક હાઈથ્રોપુટ કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. જેમાં કુ અને ઓપરેશનલ પેલોડ્સ છે. આ પેલોડ્સ ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ જમ્મુ-કાશ્મીરની સાથે ઉત્તર – પૂર્વી રાજ્યોમાં વધુ સારી હાઈસ્પીડ ઈન્ટરનેટ સુવિધા પ્રદાન થઇ શકશે.

અંતરિક્ષની નવી ટેકનિકમાં મળશે મદદ

ISRO GSAT 29 lead ભારતની અંતરિક્ષમાં વધુ એક ઉડાન, ઈસરોએ લોન્ચ કર્યો GSAT – 29 સેટેલાઈટ
national-gsat-29-launched-today-big-achievement-isro

ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવનારો GSAT – 29 સેટેલાઈટ એ એક નવી સ્પેસ ટેસ્ટ કરવાના પ્લેટફોર્મની જેમ જ કામ કરશે. ઈસરોના ચીફના જણાવ્યા મુજબ, “આ સેટેલાઈટમાં ઓપરેશનલ પેલોડ્સ ઉપરાંત ત્રણ પ્રદર્શન ટેકનોલોજી, કયું એન્ડ વી બેડ્સ, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન ને એક હાઈ રિજોલ્યુંશન કેમેરો પણ પોતાની સાથે લઇ જશે.

૧૦ વર્ષ સુધી કામ કરશે GSAT – 29 સેટેલાઈટ

ઈસરોના જણાવ્યા મુજબ, GSLV – MK 3 રોકેટની આ બીજી ઉડાન હશે, જે લોન્ચ થયા બાદ આગામી ૧૦ વર્ષ સુધી કામ કરશે.

GSAT – 29 સેટેલાઈટ લોન્ચ થયા બાદ પૃથ્વીથી ૩૬,૦૦૦ કિમી દૂર જિયો સ્ટેશનરી ઓર્બિટ (જીએસઓ)માં સ્થાપિત કરવામાં આવશે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ બનવવામાં આવ્યું આ રોકેટ

 

GSAT – 29 સેટેલાઈટને લોન્ચ કરવા માટે GSLV – MK ૩ રોકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રોકેટની ખાસ વાત એ છે કે, તે પૂરી રીતે સ્વદેશી અને તમામ પાર્ટ દેશમાં જ બનાવવામાં આવ્યા છે. આ રોકેટનું વજન ૬૪૦ ટન છે અને તેની ઉંચાઈ ૧૩ માળની બિલ્ડીંગ બરાબર છે.