ગુજરાત/ શિક્ષકોની બદલી, બઢતીના નવા નિયમની જાહેરાત, 2 લાખ જેટલા શિક્ષકોને સીધી અસર

નવા નિયમ મુજબ ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી કરાશે. 1 જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી થઈ શકશે. જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ થશે.

Top Stories Gujarat Others
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે
  • શિક્ષકોના બંને સંગઠનો સાથે બેઠક બાદ નિર્ણય
  • લાંબા સમયથી નિયમો મુદ્દે ચાલતો હતો વિવાદ
  • નવાબદલી નિયમો અને બદલી થયેલા શિક્ષકોને
  • 100 ટકા છુટા કરવા માટેનો નિર્ણયની જાહેરાત
  • 10 વર્ષ પહેલાં શિક્ષકોની બદલીના નિયમો બન્યો હતો
  • રાજ્ય સરકાર ચર્ચાની બાદ નિર્ણય કરવામાં આવ્યો
  • 2 લાખ જેટલા શિક્ષકોને સીધી અસર થશે
  • બદલી થયેલા શિક્ષકોને છુટા કરાશે
  • 10ને બદલે 5 વર્ષ બદલી માટે અરજી કરી શકાશે
  • 100 ટકા જિલ્લામાં ફેર બદલી થઇ શકશે
  • આ નિર્ણય માટે બંને સંઘો એ સંમતિ આપી છે
  • 3 થી 4 હજાર શિક્ષકો ને છુટા કરવામાં આવ્યા હતા
  • 1 જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી થઈ શકશે
  • 2 લાખ જેટલા શિક્ષકોને સિધી અસર થશે

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે એક પત્રકાર પરિષદમાં શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત કરી છે. શિક્ષકોની બદલીને લઈ તેમણે જણાવ્યું હતું કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો કહે. અને બંને સંગઠનો સરકારના નિર્ણયથી ખુશ છે.  શિક્ષકોની બદલીના નવા નિયમો થી આશરે બે લાખ જેટલા શિક્ષકોને સીધો ફાયદો થશે.  તો સાથે રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’ છેલ્લા ઘણા સમયથી બદલી ને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જેનો સુખદ અંત આવ્યો છે.

આ અંગે જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત કરી શકશે. નવા નિયમ મુજબ ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી કરાશે. 1 જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી થઈ શકશે. જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ થશે. અરસપરસ બદલીમાં વતનની જોગવાઇ દૂર કરાઇ. 10ને બદલે 5 વર્ષ બદલી માટે અરજી કરી શકાશે. 10 વર્ષ બાદ બદલીના નિયમો બદલાયાં. દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.’

દિગ્વિજય સિંહ પ્રમુખ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ

આ અંગે દિગ્વિજયસિંહ, પ્રમુખ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘએ જણાવ્યું હતું કે, બદલીના નિયમમાં જે બદલાવ કર્યો તે લાભદાયી છે.  આવનાર સમયમાં પતિ-પત્નીનો નિર્ણય કરવાથી શિક્ષકોના સામાજિક પ્રશ્નો ઉકેલાઈ જશે. 10 વર્ષથી બોન્ડ વાળા નિર્ણયને બદલવાથી પણ શિક્ષકો ને લાભ થશે આ ઐતિહાસિક નિર્ણય ને આવકારું છું.

ગુજરાત / ભલે ને પાકિસ્તાનથી આવ્યા, પરંતુ તમારી દીકરી એ આજથી અમારી, કહી -રંગેચંગે કરાવ્યા લગ્ન : આ છે ગુજરાતીઓની દરિયાદિલી

અફઘાનિસ્તાન / તાલિબાનના પ્રતિબંધો વચ્ચે શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહેલી આ મહિલા બાળકોને મફતમાં શિક્ષણ આપી રહી છે 

આસ્થા / આ 3 ખરાબ આદતો તમને બનાવી શકે છે કંગાળ, આજે જ છોડો

આસ્થા /મહાશિવરાત્રી પર બની રહ્યા છે આ ગ્રહ સંયોગો, શિવ ઉપાસનાથી મળશે સુખ અને સૌભાગ્ય…