સગીરમાતા/ સુરતમાં સગીરા બની ગર્ભવતી : ગભરાયને બોર્ડની પરીક્ષા પણ આપી નહિ

સગીરાને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. ગર્ભવતી બનતા ટેન્શનમાં આવીને સગીરાએ હાલમાં ચાલતી ધો-૧૨ના બોર્ડની પરીક્ષાના બે પેપર પણ આપ્યા ન હતા.

Top Stories Gujarat Surat
સગીરા

સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી ધો-૧૨ની સગીરા ઈન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગન્ કરવાની લાલચ આપી વિદ્યાર્થીની સાથે તેની મરજી વિરુધ્ધ ચારેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા? તે દરમ્યાન સગીરાને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. ગર્ભવતી બનતા ટેન્શનમાં આવીને સગીરાએ હાલમાં ચાલતી ધો-૧૨ના બોર્ડની પરીક્ષાના  બે પેપર પણ આપ્યા ન હતા. આખરે બનાવ અંગે શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી પ્રેïમીને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત અનુસાર ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહારાણા પ્રતાપ ચાર રસ્તા રૂષિનગર સોસાયટીમાં રહેતા શક્તિ અનિરૂધ્ધ યાદવએ નજીકમાં રહેતાï ધો-૧૨માં અભ્યાસ કરતી  ૧૬ વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને જણા એકબીજા સાથે વાતો કરતા પ્રેમસંબંધ થયો હતો. શક્તિએ વિદ્યાર્થીનીને લગ્ન કરવાની લાલચ આપી નવેમ્બર ૨૦૨૧ થી ૩૦ માર્ચ ૨૦૨૨ દરમ્યાન અલગ અલગ જગ્યાએ મળવા માટે બોલાવી તેની મરજી વિરુધ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. હાલમાં ધો-૧૨ના બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમ્યાન સગીરાને ગત તા ૩૦મીના રોજ ઉલ્ટીઓ થવા લાગી અને તેના માતા પિતા તેને સારવાર માટે ખાનગી દવાખાને લઈ ગયા હતા. ત્યાં સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા સગીરા સહિત પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી.

લગ્ન વગર ગર્ભવતી બનતા સગીરા ટેન્શનમાં આવી ગઈ હતી અને ટેન્સનમાં તેણીએ બોર્ડની બે પરીક્ષા પણ આપી ન હતી. પરિવારજનો દ્રારા શુક્રવારે નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા ત્યાં પણ તે ગર્ભવતી હોવાનું બહાર આવતા આખો મામલો પોલીસ સુધી પહોચ્યો હતો. સગીરાને તેના માતા પિતાએ પુછપરછ કર્યા બાદ શુક્રવારે શક્તિ યાદવ સામે ફરિયાદ નોઁધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી શકિત યાદવને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :એવું તો શું થયું હતું કે રશ્મિકા મંદાના થઈ હતી ડિપ્રેશનનો શિકાર, જાણો કેવી રીતે શરૂ થયું કરિયર

આ પણ વાંચો :તનિષા મુખર્જીને બોબી દેઓલે કરી KISS, અભિનેત્રીએ કહ્યું- ‘તમે બ્રશ નથી કર્યું..’

આ પણ વાંચો :Yo Yo Honey Singh સાથે દિલ્હીની ક્લબમાં કરવામાં આવ્યું ગેરવર્તન, વ્યક્તિએ કહ્યું- ભગાડી દીધો હની… 

આ પણ વાંચો : ભારતી સિંહના પુત્રની પહેલી ઝલક આવી સામે, હર્ષ અને અભિનેત્રીના ચહેરા પર જોવા મળી ખુશી