Covid-19/ UK-US જવાનું વિચારો છો તો ટાળજો, અહી ઝડપથી વધી રહ્યા છે કોરોનાનાં કેસ

UK માં છેલ્લા 24 કલાકમાં 1.19 લાખ નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. વળી 48 કલાકમાં આ આંકડો સવા બે લાખ સુધી પહોંચી ગયો છે. આ આંકડા બાદ UK માં એક્ટિવ કેસ હવે 7.5 લાખ સુધી પહોંચી ગયા છે.

Top Stories World
UK કોરોના
  • UK-US-યુરોપને થથરાવતો કોરોના
  • UKમાં 24 કલાકમાં 1.19 લાખ નવા કેસ
  • યુકેમાં 48 કલાકમાં સવા બે લાખ કેસ
  • યુકેમાં એક્ટિવ કેસ હવે સાડા સોળ લાખ
  • યુએસમાં કોરોનાની વિકરાળ બનતી સ્થિતિ
  • યુએસમાં 24 કલાકમાં જ બે લાખ નવા કેસ
  • યુએસમાં 72 કલાકમાં 6 લાખ નવા કેસ
  • ફ્રાન્સમાં 24 કલાકમાં રેકોર્ડ 91 હજાર કેસ
  • સ્પેનમાં પણ 24 કલાકમાં 72 હજાર કેસ
  • ઈટાલીમાં 24 કલાકમાં 44 હજારથી વધુ કેસ

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમેરિકા અને બ્રિટેનમાં પરિસ્થિતિ ઘણી ખરાબ છે.  દુનિયાનાં બે વિકસિત દેશ અમેરિકા અને બ્રિટેન સહિત યુરોપમાં કોરોના હવે થથરાવતો હોય તેવા આંકડાઓ સતત સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો – સૂચન / પીએમ મોદીની સમીક્ષા બેઠકમાં ઓક્સિજન સપ્લાયથી લઈને રસીકરણ સુધી આપવામાં આવી હતી આ સૂચનાઓ

આપને જણાવી દઇએ કે, UK માં છેલ્લા 24 કલાકમાં 1.19 લાખ નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. વળી 48 કલાકમાં આ આંકડો સવા બે લાખ સુધી પહોંચી ગયો છે. આ આંકડા બાદ UK માં એક્ટિવ કેસ હવે 7.5 લાખ સુધી પહોંચી ગયા છે. વળી બીજી તરફ અમેરિકામાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અહી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2 લાખ નવા કેસ સામે આવ્યા છે. વળી અમેરિકામાં 72 કલાકમાં 6 લાખ નવા કેસ સામે આવ્યા છે. ફ્રાન્સની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં અહી 91 હજાર નવા કેસ સામે આવ્યા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં 72 હજાર તો ઈટાલીમાં આ દરમ્યાન 44 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો – સિંગાપુર / ભારતીય નાગરિકને છ મહિનાની જેલ, બાંગ્લાદેશી કામદાર સામે આતંકવાદ સંબંધિત 15 આરોપ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી પૂરી દુનિયાને રસી નહીં મળે ત્યાં સુધી કોરોના મહામારીનો અંત લાવવો મુશ્કેલ છે. WHOનું કહેવું છે કે, ઘણા દેશોમાં અત્યાર સુધી પહેલો કે બીજો ડોઝ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં અન્ય દેશોએ તેમની મદદ કરવી જોઈએ.