Not Set/ હવે કચ્છીમાંડુ દુબઈના રાજ પરિવાર માટે બનાવશે, વિશ્વનું સૌથી લાંબુ દેશી ……

કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ.સાત કરોડના ખર્ચે માંડવીના ઇતિહાસમાં સૌથી લાબું 207 ફૂટના દેશી વહાણનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ પેઢીનો વારસો ધરાવતા કારીગરને વહાણ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે માંડવીના વહાણવટાનો વિશ્વમાં દબદબો રહ્યો હતો પરંતુ સમય જતાં ઉદ્યોગ પણ મંદીમાં […]

Top Stories Gujarat Others
boat હવે કચ્છીમાંડુ દુબઈના રાજ પરિવાર માટે બનાવશે, વિશ્વનું સૌથી લાંબુ દેશી ......

કચ્છની હાથ બનાવટની કારીગરીનો ફરી એકવાર વિશ્વમાં ડંકો વાગ્યો છે વહાણવટા માટે પ્રખ્યાત માંડવીમાં દુબઇના રાજ પરિવાર માટે રૂ.સાત કરોડના ખર્ચે માંડવીના ઇતિહાસમાં સૌથી લાબું 207 ફૂટના દેશી વહાણનું નિર્માણ થઈ રહ્યું છે પાંચ પેઢીનો વારસો ધરાવતા કારીગરને વહાણ બનાવવાનો કોન્ટ્રાકટ મળ્યો છે

mandvi હવે કચ્છીમાંડુ દુબઈના રાજ પરિવાર માટે બનાવશે, વિશ્વનું સૌથી લાંબુ દેશી ......

માંડવીના વહાણવટાનો વિશ્વમાં દબદબો રહ્યો હતો પરંતુ સમય જતાં ઉદ્યોગ પણ મંદીમાં સપડાઈ જવા પામ્યો છે તે વચ્ચે કલા કારીગરીના શોખીન દુબઈના રાજ પરિવારે વિશ્વમાંથી ભારતની પસંદગી કરી તેમાંય કચ્છનાં માંડવીના કારીગરને પોતાના હરવા ફરવા માટે ખાસ દેશી જહાજ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો છે. માંડવીમાં પાંચ વર્ષથી આ કામ સાથે સંકળાયેલા ઇબ્રાહિમભાઈ ઇસ્માઇલભાઈ મિસ્ત્રીને રૂ.સાત કરોડના ખર્ચે વહાણ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. દેશ દુનિયામાં માંડવીના હાથ બનાવટના કારીગરોની તોલે કોઇ આવે શકે તેમ નથી રૂ.7 કરોડના ખર્ચે બનનારું વહાણ માંડવીના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી લાબું હશે હાલમાં માંડવીના દરિયાકાંઠે હાથ બનાવટના વહાણ તૈયાર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. અહીંથી પસાર થતા જ જહાજ બનાવવાની કામગીરી નજરે પડે છે.

રાજ પરિવાર માટે રૂ.7 કરોડના ખર્ચે બની રહેલું વહાણ માંડવીના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત જ 207 ફૂટની લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ પામી રહ્યું છે. 18 ફૂટની ઊંચાઈ ધરાવતા વહાણને નિર્માણ પામ્યા બાદ દુબઇ લઈ જવાશે. ત્યાં અંદર ઇન્ટિરિયર ફર્નિચરની કામગીરી કરાશે. આ વહાણમાં રાજ પરિવારના રહેવા માટે રૂમ, રસોડું, કોલ્ડ સ્ટોરેજ સાથે 8 ફિશિંગ બોટ રહી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

જહાજના નિર્માણ કાર્યમાં 23 હજાર ક્યુબીક લાકડું વાપરવામાં આવશે, જેમાં વિદેશી અને ઉચ્ચ ગુણવત્તાના લાકડા સાથે દેશી લાકડાનો ઉપયોગ કરાશે વહાણને મજબૂત અને ટકાઉ બનાવવા 20 એમ.એમ.ના નટ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જહાજના નિર્માણમાં બે વર્ષનો સમય લાગવાનો છે. 16 માસથી તો કામગીરી ચાલી રહી છે. હજી 8 માસ નીકળી જશે, પછી દેશી વહાણ તૈયાર થશે પછી દુબઇ રવાના કરાશે. અહીં રોજ 36 કારીગરો કામગીરી કરી રહ્યા છે. વહાણમાં 2000 હોર્સ પાવરનું એન્જીન બેસાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.