Not Set/ વાયુના અસરગ્રસ્તોનો સર્વે કરી સહાય આપશે સરકાર

રાજકોટ, રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ છે, જેને કારણે વેરાવળ, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ખેતીને નુકસાન થયાનાં અહેવાલ મળી રહ્યાં છે. વાયુના કારણે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 31 તાલુકાના 408 ગામોને ભારે અસર પહોંચી છે.વાયુથી બચવા માટે રાજ્યમાં અઢી લાખ કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં […]

Ahmedabad Top Stories Gujarat Videos
gdxZKbbxc 11 વાયુના અસરગ્રસ્તોનો સર્વે કરી સહાય આપશે સરકાર

રાજકોટ,

રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ છે, જેને કારણે વેરાવળ, પોરબંદર, જામનગર, જૂનાગઢ અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ખેતીને નુકસાન થયાનાં અહેવાલ મળી રહ્યાં છે.

વાયુના કારણે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 31 તાલુકાના 408 ગામોને ભારે અસર પહોંચી છે.વાયુથી બચવા માટે રાજ્યમાં અઢી લાખ કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ વરસાદ અને પવનને કારણે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ખેતીનાં પાકને નુકસાન થયું છે.

જેથી હવે રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં તેનો સર્વે કરાવશે. સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે અમે ખેતીના નુકસાનનો સર્વે કરાવીશું અને જરૂર પડશે તો સહાય માટે વિચાર કરવામાં આવશે.નોંધનિય છે કે વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં 6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને રસ્તાઓ પર વૃક્ષો પડી ગયા છે. જો કે હાલમાં સ્થિતિ સામાન્ય છે.

વાયુ વાવાઝોડાના કારણે ગીરમાં કેરીના પાકને નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.  વાયુ વાવાઝોડાનાં પગલે તાલાલા પંથકમાં પણ અસર જોવા મળી હતી અને પવન ફુંકાતા પંથકમાં કેસર કેરીનાં પાકને નુકસાની થઇ હતી અને આંબેથી કેરીઓ ખરી પડી હતી. ત્યારે કેરીનાં પાકને નુકસાન ન પહોંચે તે માટે ખેડુતોમાં દોડધામ થઇ પડી હતી.

તાલાલા પંથકમાં  વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને છુટા છવાયા છાંટા પડયા બાદ પવન શરૂ થતાં આંબેથી કેસર કેરીઓ ખરવા પડી હતી.

નોંધનિય છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાવાઝોડાની આગાહી બાદ વેરાવળ અને તેની આસપાસનાં વિસ્તારોની મુલાકાત કરી હતી અનેક ગામડાઓમાં જઇને તેમનેે લોકોને સલામત ખસી જવા વિનંતી કરી હતી. તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.