પર્યાવરણ/ અમદાવાદ બની રહ્યું છે ગ્રીન કવર,15 લાખ વૃક્ષો વાવ્યા બીજા 21 લાખ રોપાશે!જાણો

આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે અમદાવાદના ગ્રીન કવર જોવા મળી રહ્યો છે વિશ્વની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે પર્યાવરણની જાળવણીની છે

Top Stories Gujarat
2 10 અમદાવાદ બની રહ્યું છે ગ્રીન કવર,15 લાખ વૃક્ષો વાવ્યા બીજા 21 લાખ રોપાશે!જાણો

આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે અમદાવાદના ગ્રીન કવર જોવા મળી રહ્યો છે વિશ્વની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે પર્યાવરણની જાળવણીની છે. દિવસેને દિવસે ઘટી રહેલું ગ્રીન કવર અનેક આફતો નોતરે છે.છેલ્લા એક દાયકામાં શહેરના ગ્રીન કવરમાં 117 ટકાથી વધુનો વધારો થયો છે. 2012માં માત્ર 4.66 ટકા ગ્રીન કવર હતું, જે 2022માં વધીને 13 ટકા સુધી પહોંચ્યું છે.અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે 21 લાખ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે, જેમાં 11 લાખ જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી ઉગાડવામાં આવશે.

અમદાવાદ  શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય દરેક જગ્યાએ નાનું વન બનાવી અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ શહેરને હરીયાળું બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ગાર્ડન વિભાગના પ્લોટ અને કલેક્ટર વિભાગના પ્લોટમાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઔડા સાથે પણ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરી અને શહેરના રિંગરોડ પર પણ વૃક્ષો વાવવામાં આવશે જેથી રિંગરોડ પણ હવે હરિયાળો બની શકે.