ind vs aus 2nd t20/ ઓસ્ટ્રેલિયાએ ભારતને 91 રનનો આપ્યો ટાર્ગેટ, મેથ્યુ વેડેની તોફાની બેટિંગ

નાગપુરમાં રમાઈ રહેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો, વરસાદ અને ખરાબ આઉટ ફિલ્ડને કારણે આ મેચ 8-8 ઓવરની રમાઈ રહી છે

Top Stories Sports
5 43 ઓસ્ટ્રેલિયાએ ભારતને 91 રનનો આપ્યો ટાર્ગેટ, મેથ્યુ વેડેની તોફાની બેટિંગ

નાગપુરમાં રમાઈ રહેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વરસાદ અને ખરાબ આઉટ ફિલ્ડને કારણે આ મેચ 8-8 ઓવરની રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ વેડે અણનમ 43 રન બનાવ્યા હતા.જયારે કેપ્ટન એરોન ફિન્ચે 15 બોલમાં 31 રન બનાવ્યા. ફિન્ચના બેટમાંથી ચાર ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની બે ઓવરમાં માત્ર 12 રન આપીને બે મહત્વની વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને બીજી ઓવરમાં કેમરન ગ્રીનના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. તે 5 રન બનાવીને રનઆઉટ થયો  ત્યાર બાદ અક્ષર પટેલે પહેલા જ બોલ પર મેક્સવેલને ક્લીન બોલ્ડ કર્યો. આગળની ઓવરમાં ટિમ ડેવિડ પણ ક્લીન બોલ્ડ થયો. જોકે, મેથ્યુ વેડે ખતરનાક બેટિંગ કરતા 20 બોલમાં 49 રન બનાવ્યા.