Not Set/ સેલવાસમાં પેટ્રોલ પંપ લૂંટવાનો પ્રયાસ, એકનું મોત અને બે કર્મચારીઓ ઘાયલ

વાપી વાપીના સેલવાસમાં પેટ્રોલ પંપ લૂંટવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પેટ્રોલ પંપના એક કર્મચારીનું મોત નિપજ્યું છે અને બે કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની બનાવની વાત કરીએતો સેલવાસના વાસોણા નજીક ગઈકાલ મોડીરાત્રે બાઈક પર સવાર બે ઈસમોએ પેટ્રોલ પંપ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂએ […]

Top Stories Gujarat Trending
c0ac67b7 ca81 4f43 96c0 ec81695d50ef સેલવાસમાં પેટ્રોલ પંપ લૂંટવાનો પ્રયાસ, એકનું મોત અને બે કર્મચારીઓ ઘાયલ

વાપી

વાપીના સેલવાસમાં પેટ્રોલ પંપ લૂંટવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પેટ્રોલ પંપના એક કર્મચારીનું મોત નિપજ્યું છે અને બે કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાની બનાવની વાત કરીએતો સેલવાસના વાસોણા નજીક ગઈકાલ મોડીરાત્રે બાઈક પર સવાર બે ઈસમોએ પેટ્રોલ પંપ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂએ પેટ્રોલ પંપના કર્મચારીઓ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને કેશ લૂંટવાનો પ્રયાસ કરતા બીજા બે કર્મચારી તેની મદદે આવતા તેમના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જ્યારે એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી મેળવી આરોપીની લૂંટારૂઓને શોધવાની તજવીજ શરૂ કરી છે. સાથે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે તમામ દિશામાં નાકાબંધી કરી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યો છે.