Not Set/ રાજધાની દિલ્હીમાં ધોળે દિવસે દેખાયુ અંધારુ, વરસાદનાં કારણે લોકોને મળી ગરમીથી રાહત

ભારતની રાજધાની દિલ્હીમાં વરસાદનાં કારણે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહી વરસાદ પડવાના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરમાં બપોર પછી અચાનક વાતાવરણે પલટો કાધો હતો અને દિવસમાં અંધારપટ જોવા મળી હતી. અહી વરસાદ ઝડપી હવા સાથે આવ્યો. જેના કારણે તાપમાન ઘણુ નીચે આવી ગયુ હતુ. સોમવારે દિલ્હીમાં ગરમીથી રાહત આપવા મેઘરાજાએ […]

Top Stories India
2018 6 img09 Jun 2018 PTI6 9 2018 000178B રાજધાની દિલ્હીમાં ધોળે દિવસે દેખાયુ અંધારુ, વરસાદનાં કારણે લોકોને મળી ગરમીથી રાહત

ભારતની રાજધાની દિલ્હીમાં વરસાદનાં કારણે શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહી વરસાદ પડવાના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરમાં બપોર પછી અચાનક વાતાવરણે પલટો કાધો હતો અને દિવસમાં અંધારપટ જોવા મળી હતી. અહી વરસાદ ઝડપી હવા સાથે આવ્યો. જેના કારણે તાપમાન ઘણુ નીચે આવી ગયુ હતુ.

સોમવારે દિલ્હીમાં ગરમીથી રાહત આપવા મેઘરાજાએ દર્શન આપ્યા હતા. જે પછી દિલ્હીની આસપાસનાં વિસ્તારોમાં દિવસમાં પણ અંધારુ જોવા મળ્યુ હતુ. આ વરસાદથી દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. ઘણા વિસ્તારોમાં હજુ પણ ઝડપી હવા ચાલી રહી છે અને વરસાદ પણ પડી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં દેશનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહી છે જેના કારણે બિહાર, અસમ અને ઉત્તર પ્રદેશનાં ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની ગઇ છે. પરંતુ દિલ્હી અને તેની નજીકનાં વિસ્તારોમાં વરસાદ નહોતી થઇ રહી અને ભીષણ ગરમીનું વાતાવરણ યથાવત હતુ.

આ પહેલા હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, દિલ્હી-એનસીઆરમાં સોમવારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, IMDએ દિવસનાં અંત સુધીમાં સામાન્ય વરસાદ થવાની ભવિષ્યવાણી કરી હતી. હવામાન વિભાગની માનીએ તો આ વરસાદ ગુરુવાર સુધી આ રીતે જ પડતો રહેશે.  હવામાન વિભાગ અને જલવાયુ પરિવર્તન સ્કાઈમેટ વેદરનાં ઉપાધ્યક્ષ મહેશ પાલાવતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે, દિલ્હી-એનસીઆરની હવાઓ પૂર્વ તરફ ચાલવા લાગી છે. જેના કારણે અમને આશા છે કે હવામાનમાં પરિવર્તન આવશે અને આજે સાંજ સુધી વરસાદની તિવ્રતામાં પણ વધારો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન