Helicopter Crashed/ અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ

થોડા સમય બાદ હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં બોમડીલાની પશ્ચિમે મંડલા પાસે ક્રેશ થયું હોવાની માહિતી મળી હતી.હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને ટૂંક…

Top Stories India
Cheetah helicopter crash

Cheetah helicopter crash: અરુણાચલ પ્રદેશના બોમડિલાના પશ્ચિમમાં મંડલા નજીક ગુરુવારે સવારે આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં બે પાઈલટ હતા જેમાં બે સેના અધિકારીઓ હતા. સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ કામેંગ જિલ્લાના એસપી BR બોમરેડ્ડીએ જણાવ્યું કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાયલોટના મોત થયા છે.

સેનાએ જણાવ્યું કે આ હેલિકોપ્ટર સવારે 9 વાગે જિલ્લાના સાંગે ગામથી ઉડાન ભરીને આસામના સોનિતપુર જિલ્લાના મિસામારી જઈ રહ્યું હતું. તેમાં એક લેફ્ટનન્ટ અને મેજર હતા. બંને પાયલોટની ઓળખ થઈ ગઈ છે. દુર્ઘટના સ્થળેથી મેજર જયંત અને લેફ્ટનન્ટ કર્નલ BB રેડ્ડીના મૃતદેહ મળી આવ્યા છે. બંનેના મૃતદેહને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, બંનેના મૃતદેહ સાંજે લગભગ 4 વાગે મળી આવ્યા હતા.

શું હતી ઘટના?

ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તે સેંગેથી મિસામારી તરફ ઉડી રહ્યું હતું. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં પાઈલટ અને કો-પાઈલટ હતા. ગુવાહાટીના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે પુષ્ટિ કરી કે ઓપરેશનલ સૉર્ટીમાં ચિતા હેલિકોપ્ટરનો આજે સવારે 9.15 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

આ પણ વાંચો: પતિએ કરી પત્નીની હત્યા/ નડિયાદમાં પતિએ જ પત્નીની જાહેરમાં હત્યા કરી, પાછો કહે છે કોઈ અફસોસ નથી

આ પણ વાંચો: સાબરકાંઠા ત્રિપલ મર્ડર/ સાબરકાંઠામાં ચકચારજનક ત્રિપલ મર્ડરઃ પોલીસ પણ સ્તબ્ધ

આ પણ વાંચો: હવામાનમાં પલ્ટો/ વાતાવરણમાં પલ્ટાથી ચોમાસા પૂર્વે જ ગુજરાત થશે લથબથ