પાટીદાર ઉદ્યોગપતિની હત્યા/ મુંબઈમાં પાટીદાર ઉદ્યોગપતિની ધોળે દહાડે હત્યાઃ હત્યારાઓ ગોળી ધરબી પલાયન

મુંબઈમાં અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ Patidar Industralist Murder સવજી ગોકર મંજેરીની નવી મુંબઈ ખાતે ઘાતકી હત્યા થતા સોંપો પડી ગયો છે.

Top Stories Gujarat
Patidar industrialist Murder

મુંબઈમાં અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ Patidar Industralist Murder સવજી ગોકર મંજેરીની નવી મુંબઈ ખાતે ઘાતકી હત્યા થતા સોંપો પડી ગયો છે. ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે આ ઘટના નેરુલમાં બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે પાટીદાર ઉદ્યોગપતિ સવજી ગોકર મંજેરી કોઈને મળવા માટે સીબીડી બેલાપુરથી જઈ રહ્યા હતા. તે સમયે તે સિગ્નલ પર Patidar Industralist Murder રાહ જોઈ રહ્યા હતા. તે સમયે બે બાઇક પર આવેલા શખ્સોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ,જેમા તેમનું મૃત્યુ થયું હતું.

અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિનું વતન કચ્છનું રાપર છે. તેમની કારમાં Patidar Industralist Murder જ ચાર ગોળી મારીને હત્યા કરવામાં આવતા પાટીદાર સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટનાને અંજામ આપી આરોપી ભાગી ગયા હતા. ફાયરિંગ બાદ કારની આસપાસ આજુબાજુના લોકો ટોળે વળ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરિંગ પછી બિલ્ડરને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મૃતક પાટીદાર ઉદ્યોગપતિ સવજીભાઈ મંજેરી Patidar Industralist Murder ઇમ્પીરિયા ગ્રુપના માલિક હતા. તેઓ પર થોડા મહિના અગાઉ મુંબઈમાં છેડતીનો કેસ પણ નોંધાયો હતો. આ બાબતે રાપરના નરસી સરૈયા (પટેલ)  પર મહિના પછી રાપરના જકાત નાકા પર હુમલો પણ થયો હતો. આહુમલો તેમણે કરાવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના પર આરોપ છે કે તેમણે એક જ મહિના પહેલા વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના નામે ખોટો દસ્તાવેજ બનાવી વેચી દીધી હતી. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ હવામાનમાં પલ્ટો/ વાતાવરણમાં પલ્ટાથી ચોમાસા પૂર્વે જ ગુજરાત થશે લથબથ

આ પણ વાંચોઃ સાબરકાંઠા ત્રિપલ મર્ડર/ સાબરકાંઠામાં ચકચારજનક ત્રિપલ મર્ડરઃ પોલીસ પણ સ્તબ્ધ

આ પણ વાંચોઃ પતિએ કરી પત્નીની હત્યા/ નડિયાદમાં પતિએ જ પત્નીની જાહેરમાં હત્યા કરી, પાછો કહે છે કોઈ અફસોસ નથી