Not Set/ SBI ને મોટો ફટકો, RBI એ લગાવ્યો 7 કરોડ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ

SBI ને મોટી ફટકાર લગાવતી RBI એ કુલ 7 કરોડ રૂપિયાનો દંડ લગાવી દીધો છે. RBIએ NPA અને અન્ય નિયમોનું પાલન નહી કરવાના કારણે SBI પર આ દંડ લાદ્યો છે. રિઝર્વ બેંકે સાઇબર સુરક્ષા રૂપરેખા પર તેના નિર્દેશોનું અનુપાલન નહી કરવાનાં કારણે યૂનિયન બેંક ઓફ ઈંન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે. રિઝર્વ બેંકે […]

Top Stories Business

SBI ને મોટી ફટકાર લગાવતી RBI એ કુલ 7 કરોડ રૂપિયાનો દંડ લગાવી દીધો છે. RBIએ NPA અને અન્ય નિયમોનું પાલન નહી કરવાના કારણે SBI પર આ દંડ લાદ્યો છે. રિઝર્વ બેંકે સાઇબર સુરક્ષા રૂપરેખા પર તેના નિર્દેશોનું અનુપાલન નહી કરવાનાં કારણે યૂનિયન બેંક ઓફ ઈંન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે. રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, યૂનિયન બેંક પર આ દંડ 9 જુલાઈ, 2019નાં રોજ લગાવવામાં આવ્યો હતો.

આ કારણે લગાવાયો દંડ

RBI મુજબ SBI એ આવકની ઓળખ અને સંપત્તિ વર્ગીકરણનાં યોગ્ય રીતે નિયમોનું પાલન ન કર્યું. RBIનુ કહેવુ છે કે, SBI કોર્પોરેટ એકાઉન્ટથી જાડાયેલા આંકડાઓને સેંટ્ર્લ રિપોજિટરી ઓફ ઈંર્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટને આપવા અને છેતરપિંડી જોખમ સંચાલન અમલીકરણ કરવામાં નિષ્ફળ રહ્યુ છે. RBI એ પોતાના નિવેદનમાં કહ્યુ કે, આ કાર્યવાહી નિયમનકારી પાલનની ખામીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

કાર્યવાહીનો ઉદ્દેશ બેંક દ્વારા પોતાના ગ્રાહકો માટે કરવામાં આવેલ કોઇ પણ લેવડ-દેવડ કે કરારની માન્યતા અંગે કોઈ સવાલ ઉભો કરવો નથી. ભારતીય રિઝર્વ બેંકે સાઇબર સુરક્ષા રૂપરેખા પર તેના નિર્દેશોનું અનુપાલન નહી કરવા માટે યૂનિયયન બેંક ઓફ ઈંન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિઝર્વ બેંકેએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, આ દંડ 9 જુલાઈ, 2019નાં રોજ લગાવાયો હતો. કેંદ્રીય બેંકએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં અપૂર્ણતાને લીધે કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય બેંક દ્વારા પોતાના ગ્રાહકોની સાથે કરવામા આવેલ કોઇપણ કરાર કે લેવડ-દેવડની માન્યતા પર સવાલ ઉઠાવવાનો નથી.

RBI એ આ મામલાની જાણકારી આપતા કહ્યુ કે, 2016માં બેંકની ત્વરિત સિસ્ટમમાંથી નિકળેલ 17.1 કરોડ ડોલર મૂલ્યનાં સાત કપટ સંદેશાઓ પર રિપોર્ટ પછી, તેની સાયબર સુરક્ષા માળખાની તપાસમાં ઘણી ભૂલો મળી આવી હતી. આ નિષ્કર્ષો બાદ બેંકને નોટીસ જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.