Not Set/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી નવી ચળવળ “સ્વચ્છતા જ સેવા”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ બુધવારનાં રોજ “સ્વચ્છતા જ સેવા ચળવળ” 15 સપ્ટેમ્બરથી લાગુ કરવાની વાત કરી છે. આ ચળવળ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિને ધ્યાનમાં લઈએ શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા નાગરિકોને આ ચળવળમાં જોડાવા માટે વિનંતી કરી છે. જેથી આ “સ્વચ્છ ભારત” ચળવળને સફળ બનાવી શકાય. On 2nd October we mark […]

Top Stories India

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ બુધવારનાં રોજ “સ્વચ્છતા જ સેવા ચળવળ” 15 સપ્ટેમ્બરથી લાગુ કરવાની વાત કરી છે. આ ચળવળ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિને ધ્યાનમાં લઈએ શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા નાગરિકોને આ ચળવળમાં જોડાવા માટે વિનંતી કરી છે. જેથી આ “સ્વચ્છ ભારત” ચળવળને સફળ બનાવી શકાય.

તેમણે ટ્વીટરનાં માધ્યમે જણાવ્યું હતું કે, આગામી 2 ઓક્ટોબર આપણે સૌ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મતિથિ છે. આ એ જ તારીખ છે જે દિવસે માનવ મહેરામણનાં સહયોગથી શરુ કરવામાં આવેલ ઐતિહાસિક ‘સ્વચ્છ ભારત’ ચળવળનાં ચાર વર્ષ પૂર્ણ થશે.જે સ્વચ્છ ભારતનું સપનું મહાત્મા ગાંધીએ જોયું હતું તેને પરિપૂર્ણ કરવા માટે આપણે શરુ કર્યું હતું.”

વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “સ્વચ્છતા જ સેવા ચળવળ” 15 સપ્ટેમ્બરનાં રોજ સ્વચ્છ ભારત ચળવળ સાથે વાર્તાલાપ કરી શરુ કરવામાં આવશે. તેમને ટ્વીટરમાં ટ્વીટ કરીએ જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરનાં રોજ 9 કલાક અને 30 મિનિટે શરુ કરવામાં આવશે.