મુંબઇ,
સાઉથ મુંબઇના ડોંગરી વિસ્તારમાં મંગળવારે સવારે એક ઇમારત ધરાશાયી થતાં અનેક લોકો તેના કાટમાળ નીચે ફસાયા હતા. મુંબઈના ડોંગરીમાં ટંડેલ સ્ટ્રીટમાં આવેલી ચાર માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે.
ઇમારત પડતાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
BMC Disaster Management Cell: Kesarbai building has collapsed at Tandel street, in Dongri, Mumbai. More than 40 people are feared trapped pic.twitter.com/AKIz2Sf1Pv
— TOI Plus (@TOIPlus) July 16, 2019
મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે મંગળવારે બપોરે પોણો વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેસરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં ગયા અઠવાડિયે ભારે વરસાદ પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
