Gujarat Rain Third Round/ વરસાદનો ત્રીજો રાઉન્ડ બીજા રાઉન્ડ કરતાં પણ ભયજનક હશેઃ અંબાલાલ

વરસાદનો ત્રીજો રાઉન્ડ બીજા રાઉન્ડ કરતાં પણ વધારે ભયજનક હશે. આ રાઉન્ડ 17મી જુલાઈથી એટલે કે આગામી સોમવારથી શરૂ થશે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેમ માનવામાં આવે છે.

Top Stories Gujarat
Heavyrain Gujarat 1 2 વરસાદનો ત્રીજો રાઉન્ડ બીજા રાઉન્ડ કરતાં પણ ભયજનક હશેઃ અંબાલાલ

વરસાદનો ત્રીજો રાઉન્ડ બીજા રાઉન્ડ કરતાં પણ વધારે ભયજનક હશે. આ રાઉન્ડ 17મી જુલાઈથી એટલે કે આગામી સોમવારથી શરૂ થશે. આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેમ Gujarat Rain Third round માનવામાં આવે છે.

વરસાદનાં બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા Gujarat Rain Third round મનમુકીને વરસ્યા છે. ત્યારે ડેમ સહિત નદી, નાળા તેમજ તળાવો પણ છલકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે 12 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ 15 જુલાઈએ બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે.  તેમજ ગુજરાતમાં 17 થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે. અને 18 થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓડિસા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18 થી 20 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે.

આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે Gujarat Rain Third round ગુજરાત સહિત દેશનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશનાં ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધરાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધશે.

આજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. આવતીકાલથી ફરી મેઘરાજા વરસશે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ JK-Terrorist Arrested/ જમ્મુ અને કાશ્મીર: સુરક્ષા દળોને મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓની ધરપકડ

આ પણ વાંચોઃ Seema Haider Case/ સીમા હૈદર કેસના તે પાંચ વણ ઉકેલાયા પ્રશ્નો, દરેક વ્યક્તિ જાણવા માંગે છે જવાબ

આ પણ વાંચોઃ Nomination/ ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોનું નામાંકન

આ પણ વાંચોઃ પ્રહાર/ કાવડ માટે માંસની દુકાનો કરી દેવાઈ બંધ, રસ્તા પર નમાઝ અદા કરો તો FIR: અસદુદ્દીન ઓવૈસી

આ પણ વાંચોઃ ધમકી/ “ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં થશે આતંકવાદી હુમલો”, ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ખુલ્લી ધમકી