Asian Games 2023/ ભારતનો સ્ક્વોશમાં ઝળહળતો દેખાવ, વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

Top Stories Sports
Mantavyanews 2023 09 30T160207.939 ભારતનો સ્ક્વોશમાં ઝળહળતો દેખાવ, વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ શનિવારે ફાઇનલમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને આ મેડલ જીત્યો હતો. આ રમતમાં પાકિસ્તાનનો દબદબો છે, પરંતુ ભારતીય ટીમે આ મેચમાં તેને સખત ટક્કર આપી અને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે આ મેચ 2-1થી જીતી લીધી છે.

જોકે ભારતની શરૂઆત સારી રહી ન હતી. મહેશ મંગાંવકરને પ્રથમ મેચમાં નાસિર ઈકબાલએ હરાવ્યો હતો. આ પછી સૌરવ ઘોષાલે ટીમમાં વાપસી કરી અને એમએ ખાનને હરાવી સ્કોર 1-1થી બરાબર કરી દીધો. આ પછી ભારતના અભય સિંહે ત્રીજી મેચ જીતીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

આજે રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ મિક્સ ડબલ્સ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. ભારતીય જોડીએ ફાઈનલમાં તાઈપેની જોડીને 2-6, 6-3, 10-4થી પરાજય આપ્યો હતો.

અગાઉ સરબજોત સિંહ અને દિવ્યા થડીગોલની જોડીએ શૂટિંગમાં 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ભારતીય જોડીને ગોલ્ડ મેડલ મેચમાં ચીનના ઝાંગ બોવેન અને જિઆંગ રેનક્સિન સામે 14-16થી હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો: Canada/ કેનેડાની સંસદમાં સન્માનિત નાઝી સૈનિક અમને સોંપો!

આ પણ વાંચો: Oilmill/ લોન ન ભરપાઈ કરનારા ચેતજો, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખની ઓઇલ મીલ સીલ

આ પણ વાંચો: Surat/ સુરતમાં દીકરીનો જન્મદિવસ બન્યો પિતાનો મરણ દિવસ