IPL/ BCCI દ્વારા IPLની મેગા ઓક્શનની તારીખો એક જ દિવસમાં બદલાઈ, આ તારીખે યોજાશે મેગા ઓક્શન

BCCI બેંગલુરુમાં 7મી અને 8મી ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજીનું આયોજન કરવા જઈ રહ્યું છે

Top Stories Sports
Untitled 59 1 BCCI દ્વારા IPLની મેગા ઓક્શનની તારીખો એક જ દિવસમાં બદલાઈ, આ તારીખે યોજાશે મેગા ઓક્શન

વિશ્વના દરેક ક્રિકેટ ચાહક IPL 2022ની મેગા ઓક્શનની તારીખોની રાહ  જોતાં હતા ત્યારે   એક મહત્વના  સમાચાર  મળી રહયા કેBCCI 7-8 ફેબ્રુઆરીએ હરાજી કરશે. પરંતુ બરાબર એક દિવસ પછી આ તારીખો બદલાઈ ગઈ. હવે બીસીસીઆઈના એક સૂત્રએ આઈપીએલ મેગા ઓક્શનની નવી તારીખો વિશે જણાવ્યું છે.જેના વિશે તમે પણ જાણીલો…

IPL મેગા ઓક્શન 7-8 ફેબ્રુઆરીએ નહીં પરંતુ 11, 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ખુદ બીસીસીઆઈના કેટલાક સ્ત્રોતે આ વાતને ક્લિયર કરી છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ અને લખનૌની નવી ફ્રેન્ચાઈઝીની પુષ્ટિ કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ દિવસમાં આ બીજી વખત છે જ્યારે IPLની તારીખો બદલાઈ છે.

આ  પણ વાંચો:જખૌ ડ્રગ કેસ / ડ્રગ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળી આવ્યા પાકિસ્તાની ઓળખકાર્ડ

BCCI બેંગલુરુમાં 7મી અને 8મી ફેબ્રુઆરીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજીનું આયોજન કરવા જઈ રહ્યું છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. આ કદાચ આઈપીએલની છેલ્લી મેગા હરાજી હોઈ શકે છે કારણ કે મોટાભાગની મૂળ આઈપીએલ ટીમો હવે તેને બંધ કરવા માંગે છે.

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં વધારો થવાની સ્થિતિમાં, વિદેશ યાત્રા પર નિયંત્રણો આવી શકે છે, જેનાથી ભારતમાં તેને કરવાનું સરળ બનશે. આ વર્ષે IPLમાં 10 ટીમો હશે કારણ કે લખનૌ અને અમદાવાદની નવી ટીમો ઉમેરવામાં આવી છે. ડ્રાફ્ટમાંથી પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવા માટે બંને ટીમો પાસે ક્રિસમસ સુધીનો સમય છે. BCCI તેને વધારાનો સમય આપી શકે છે કારણ કે CVCની મંજૂરી મળવાની બાકી છે.

આ પણ વાંચો:લખનઉ / ક્વોરન્ટાઇન થયા અખિલેશ યાદવ, ઇગ્લાસ રેલીને વર્ચ્યુઅલ સંબોધશે