Not Set/ ડાંગમાં કાલે એક દિવસમાં 11 ઇંચ વરસાદ ખબકતા તારાજીનાં દ્રશ્યો સર્જાયા

આમ તો પાછલા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે, પરંતુ ડાંગ જિલ્લામાં સતત 12 દિવસથી વરસતા વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની હતી જ અને તેમાં પણ સોમવારે 12 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસતાની સાથે જ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેને લઈને ભારે તારાજી સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં સોમવારે 12 કલાકમાં 11 […]

Top Stories Gujarat Others
dang ડાંગમાં કાલે એક દિવસમાં 11 ઇંચ વરસાદ ખબકતા તારાજીનાં દ્રશ્યો સર્જાયા

આમ તો પાછલા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે, પરંતુ ડાંગ જિલ્લામાં સતત 12 દિવસથી વરસતા વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની હતી જ અને તેમાં પણ સોમવારે 12 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસતાની સાથે જ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેને લઈને ભારે તારાજી સર્જાઈ છે.

dang.PNG2 ડાંગમાં કાલે એક દિવસમાં 11 ઇંચ વરસાદ ખબકતા તારાજીનાં દ્રશ્યો સર્જાયા

ડાંગ જિલ્લામાં સોમવારે 12 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસતા નદીઓ ગાંડી તુર બની હતી. જેના પગલે જિલ્લાનાં ત્રણ તાલુકામાં આવેલ પૂર્ણાં , અંબિકા, ગીરા અને ખાપરી નદીઓ પરનાં તમામ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જે પૈકીનાં કેટલાક કોઝવે અને નાના મોટા પુલોને વ્યાપક નુકશાન પણ થયું છે. બરખાંડીયાનો પુલ ધોવાઇ જતા અહીંયાંથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદ અને પૂરના પગલે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળા અને છાત્રાલયમાં આગામી 9 તારીખ સુધી રજા જાહેર કરી છે. વરસાદને પગલે પહાડી વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો ઉપર અનેક સ્થળોએ ભેખળ પડવાની ઘટના બની હતી. તમામ રાહદારીઓ અને ખાસ કરીને સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓની સલામતી માટે પગલાં લેવા કલકેટર દ્વારા જેતે વિભાગને સૂચના આપી દેવામા આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.