Ahmedabad/ સાબરમતીમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રાખવા : HCનો આદેશ

હાઈકોર્ટે આદેશમાં કહ્યું કે ટ્રેડ એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણો પ્રમાણે  થાય અને નવી મેગા પાઇપલાઇનના પ્રશ્નનું નિરાકરણ આવે ત્યાં સુધી કોર્પોરેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાપેલા જોડાણો યથાવત રહેશે.

Top Stories Ahmedabad Gujarat
સાબરમતી નદીમાં સાબરમતીમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો હાલ પૂરતા

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. ઔદ્યોગિક એકમોએ કનેક્શન કાપવાની કામગીરી સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે હવે પરિસ્થિતિ કાબુમાં નથી અને હવે બહુ થયું’. હાઈકોર્ટે આદેશમાં કહ્યું કે ટ્રેડ એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણો પ્રમાણે  થાય અને નવી મેગા પાઇપલાઇનના પ્રશ્નનું નિરાકરણ આવે ત્યાં સુધી કોર્પોરેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાપેલા જોડાણો યથાવત રહેશે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યના ભોગે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં. વચગાળાની રાહતમાં જોડાણો ફરી શરૂ કરી એકમો ચાલુ કરવા મંજૂરી માટેની અરજી પણ કોર્ટે ફગાવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે સુઓમોટો અરજીમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવતા AMC અને GPCBને ખાસ નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સુનાવણીના સમયથી, ટ્રેડ એફલ્યુઅન્ટને સુએજમાં છોડવા માટે ઓથોરિટીઓ તરફથી અપાયેલી તમામ પરવાનગીને રદ કરવાની જાહેરાત કરી છે. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, 1948માં સાબરમતીમાંથી એક સીધું જ પાણી લઈ ને પઉઈ શકાય તેવી પરિસ્થિતિ હતી.  પરંતુ આજે સ્થિતિ કેવી છે ? વાસણાથી લઈને ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કર્યો.

Crime / પિતાની સારવારના બહાને આવ્યો અમદાવાદ, અને બનાવ્યા AK 47ના પાર્ટસ

National / ભગવાન તેમને બાળકો આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે : લાલુ યાદવનો PM મોદી અને નીતિશ કુમાર પર કટાક્ષ

અમદાવાદ / સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને ધ વોઇસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડ એનાયત