Gujarat Election/ PM મોદી આજે ગુજરાતના આ શહેરોમાં 4 જાહેર સભા સંબોધશે,કાર્યકરોમાં ભારે ઉત્સાહ

વડાપ્રધાન મોદી આજે 4 જાહેર સભા સંબોધશે.હાલ વડાપ્રધાન ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
જાહેર સભા

 

  • PM મોદી આજે 4 જાહેર સભા સંબોધશે
  • સૌરાષ્ટ્રમાં ત્રણ જનસભાનું કરાયું આયોજન
  • પાલિતાણા, કચ્છ, જામનગર, રાજકોટમાં સભા
  • પીએમ મોદીના આગમનને લઇને ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 જાહેર સભા સંબોધશે.હાલ વડાપ્રધાન ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે. રાજ્યમાં ચૂંટણીની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  4 શહેરોંમાં ચૂંટણી સભા સંબોધશે.આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બીજા દિવસના પ્રવાસ દરમિયાન સૈારાષ્ટ્માં 3 જાહેર સભા સંબોધશે. જયારથી વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચારની બાગડોર હાથમાં લીધી છે, જેનાથી ભાજડપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજેપણ મોદીની લોકપ્રિયતા અકબંધ છે. જેના લાભ ફરીએકવાર ગુજરાત ચૂંટણીના પરિણામ પર જોઇ શકાશે.

ઉલ્લેખનીય છે કે આજે 15મી વિધાનસભાની ચૂંટણીને લઇને આજે વડાપ્રધાન પાલિતાણા,કચ્છ,જામનગર અને રાજકોચમાં  સભા સંબોધશે, આ શહેરમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી છે, આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા સમીરરણો બદલાઇ શકે તેવા હોવાના લીધે ભાજપે મેગા પ્રચારની રણનીતિ બનાવીને એકશન મોડ પર જોવા મળી રહી છે.આજેપણ અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની ધરા પર પ્રચાર કરવા આવી પહોચ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે ફરીવાર સત્તા મેળવવા માટે હાલ ખુબ કમરકસી છે, રાષ્ટ્ના દિગ્ગજ નેતાઓની ફૌજ હાલ પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધી છે. ભાજપે ચૂંટણી જીતવા માટે બેઠક દીઠ એનાલિસ કરીને તે પ્રમાણે ઝોન પ્રમાણે દિગ્ગજ નેતાઓ સભાઓ કરી રહ્યા છે.ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે, હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે, 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી મતદાન થવાનું છે. અને પરિમામ 8 ડિસેમ્બરે આવશે.

Gujarat Assembly Election 2022/ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મદદગાર બન્યા યોગી આદિત્યનાથ, શું ચલાવી શકશે

અકસ્માત/પંજાબમાં ટ્રેનની અડફેટમાં 3 બાળકોના મોત એકની હાલત ગંભીર