Not Set/ World Yoga Day: સરદાર પટેલ સ્ટેડિમયમમાં થશે ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી, દિવ્યાંગ બાળકો કરશે વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ, 21મી જૂને વિશ્વ યોગ દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમયમમાં ચોથા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. જેમાં આ વખતે 700 જેટલા મુકબધિર અને દિવ્યાંગ બાળકો પણ યોગમાં ભાગ લેશે. જિલ્લા પંચાયત આર્યુવેદિક શાખા તરફથી અંધજન મંડળ તથા મુકબધિર શાળામાં 5 દિવસથી યોગાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રમત, સાહિત્ય, ઉઘોગ અને […]

Top Stories Gujarat
kheda 1 9 World Yoga Day: સરદાર પટેલ સ્ટેડિમયમમાં થશે ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી, દિવ્યાંગ બાળકો કરશે વર્લ્ડ રેકોર્ડ

અમદાવાદ,

21મી જૂને વિશ્વ યોગ દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમયમમાં ચોથા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. જેમાં આ વખતે 700 જેટલા મુકબધિર અને દિવ્યાંગ બાળકો પણ યોગમાં ભાગ લેશે.

kheda 1 7 World Yoga Day: સરદાર પટેલ સ્ટેડિમયમમાં થશે ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી, દિવ્યાંગ બાળકો કરશે વર્લ્ડ રેકોર્ડ

જિલ્લા પંચાયત આર્યુવેદિક શાખા તરફથી અંધજન મંડળ તથા મુકબધિર શાળામાં 5 દિવસથી યોગાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રમત, સાહિત્ય, ઉઘોગ અને ફિલ્મ જગતના સેલિબ્રિટિઝને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

kheda 1 8 World Yoga Day: સરદાર પટેલ સ્ટેડિમયમમાં થશે ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણી, દિવ્યાંગ બાળકો કરશે વર્લ્ડ રેકોર્ડ

આ વખતે સાયલન્ટ યોગા એટલે કે જે બાળકો અંધ છે તેઓને હેડફોન આપવામાં આવશે. જેથી તે બાળકો સાંભળીને યોગા કરી શકે. તો જે લોકો મુકબધીર છે તેઓ માટે ટીવી સ્ક્રીન પર યોગા બતાવવામાં આવશે. આમ સમગ્ર અમદાવાદમાં અંદાજે 5 લાખ જેટલા લોકો યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર બનશે.

સમગ્ર વિશ્વમાં 350 દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનો રેકોર્ડ છે જ્યરે અમદાવાદ ખાતે 700થી 1200 દિવ્યાંગ બાળકોના યોગ નિદર્શનનું આયોજન કરીને અનોખો વિશ્વ રેકોર્ડ બને તે રીતે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ કરી છે.