Not Set/ US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

કોરોના વાયરસનાં રોગચાળાએ અમેરિકામાં કહેર વરસાવ્યો છે. અહીં રોગચાળાએ એક જ દિવસમાં 3,000 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.

Top Stories World
corona 156 US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

કોરોના વાયરસનાં રોગચાળાએ અમેરિકામાં કહેર વરસાવ્યો છે. અહીં રોગચાળાએ એક જ દિવસમાં 3,000 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. દરમિયાન અધિકારીઓ રસી મંજુર થવાની રાહ જોઇ રહ્યા છે. અમેરિકન નિષ્ણાતો રસીની મંજૂરી અને પછી રસીકરણની ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યા છે. દરેકની નજર હવે રસી ઉપર છે. રોગચાળો શરૂ થયા પછી આ પહેલીવાર છે જ્યારે દેશમાં કોવિડને કારણે 3000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

corona 157 US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

સુપર પાવર દેશ અમેરિકામાં 3,112 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, 3 ડિસેમ્બરનો રેકોર્ડ પણ તૂટી ગયો છે જ્યારે દેશમાં કોરોના વાયરસનાં કારણે પ્રથમ વખત 2,861 લોકોનાં મોત થયાં હતા. કેલિફોર્નિયામાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. અહીં સ્થિતિ એ છે કે લોકોને આઈસીયુમાં બેડ પણ નથી મળી રહ્યા. કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલી કાઉન્ટીમાં દિવસભર હોસ્પિટલમાં દાખલ થવાની લાઇન હતી. બુધવારે, ફેસનો કાઉન્ટીમાં જ્યાં 1 મિલિયન લોકો રહે છે, ત્યાં ફક્ત સાત આઈસીયુ બેડ ખાલી રહ્યા હતા. કેલિફોર્નિયા એ દેશનું સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય છે અને તેમાં ફક્ત 1500 બેડ્સ છે.

corona 158 US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

બુધવારે કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ રેકોર્ડસ્તર પર પહોચી ગયો હતો. બે અઠવાડિયામાં, હોસ્પિટલમાં દાખલ થવામાં 18 ટકાનો વધારો થયો હતો અને બુધવારે 1,05,805 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી યુ.એસ.માં દરરોજ સરેરાશ 2,05,661 નવા કેસ આવી રહ્યા છે, જ્યારે કોવિડને કારણે 2,259 મોત થયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે આવતા મહિનામાં તેમાં વધુ વધારો થશે. રોગચાળાને કારણે મૃત્યુઆંક 2,89,000 પર પહોંચી ગયો છે અને જાન્યુઆરીથી 9 ડિસેમ્બર સુધીમાં, 15 મિલિયન લોકો આ રોગથી અસરગ્રસ્ત થયા છે.

અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ

આજે રાજ્યમાં વેક્સિનને લઇને ડોર ટુ ડોર કરાશે સર્વે

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો