Not Set/ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા સરકારનો નવતર પ્રયોગ, દર અઠવાડિયે લેવાશે પરીક્ષા

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્યની સરકારી શાળાઓમાં એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના અંતર્ગત ધોરણ ત્રણથી આઠ (3 થી ૮)માં હવે દર અઠવાડિયે એકમ પરીક્ષા લેવામાં આવશે. આ અઠવાડિક એકમ કસોટીનો આગામી તા. 22 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થશે.છેલ્લા કેટલાક સમયથી નેશનલ એસેસમેન્ટ સર્વેમાં દર્શાવાયા મુજબ પ્રાથમિક શિક્ષણમાં […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
Government takes steps to improve education levels in the state, examinations will be taken every week

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્યની સરકારી શાળાઓમાં એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના અંતર્ગત ધોરણ ત્રણથી આઠ (3 થી ૮)માં હવે દર અઠવાડિયે એકમ પરીક્ષા લેવામાં આવશે.

આ અઠવાડિક એકમ કસોટીનો આગામી તા. 22 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થશે.છેલ્લા કેટલાક સમયથી નેશનલ એસેસમેન્ટ સર્વેમાં દર્શાવાયા મુજબ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત પાછળ રહે છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર હસ્તકની તમામ જિલ્લા પંચાયત હેઠળની સરકારી તથા કોર્પોરેશન સંચાલિત સરકારી શાળાઓમાં ધો.3 થી 8 ના વિદ્યાર્થીઓની સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પીરિઓડિકલ એસેસમેન્ટ ટેસ્ટ એટલે કે અઠવાડિક મૂલ્યાંકન કસોટી (પરીક્ષા) લેવામાં આવશે.

આ નિર્ણય અંતર્ગત દર શનિવારે તમામ સરકારી સ્કૂલોમાં ધો.3 થી 8 ના બાળકોની જુદા જુદા વિષયની પરીક્ષા લેવામાં આવશે. જેમાં દર અઠવાડિયે એક એક વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ કસોટીમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, હિન્દી, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ માટે એક કસોટી પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવી છે. જેનું શિક્ષણમંત્રી દ્વારા બાયસેગ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે તમામ ડીપીઓ તથા 3200 સીઆરસી અને 200થી વધારે બીઆરસી તથા કેળવણી નિરીક્ષકોને સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યની સરકારી સ્કૂલોના 1.95 લાખ શિક્ષકોએ આ નવતર પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલોમાં પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું અઠવાડિક મૂલ્યાંકન કરવુ પડશે.

આ એકમ કસોટીના પ્રશ્નપત્ર જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવશે અને દર અઠવાડિયે સીઆરસી, બીઆરસી મારફતે દરેક શાળાઓમાં પહોંચાડવામાં આવશે.

દરેક ધોરણના જે તે વિષયના શિક્ષકને પ્રશ્નપત્ર અપાશે અને જેની પ્રિન્ટ કાઢી શિક્ષકે બોર્ડ પર પ્રશ્નો લખવાના રહેશે. જેના જવાબો વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાના રહેશે. આ અઠવાડિક એકમ કસોટીમાં રાજ્યના 38 લાખથી વધારે વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.