Not Set/ રાજ્યનું ચૂંટણીપંચ સરકારની કટપુતળી, ચૂંટણીઓથી જ કોરોના સંક્રમણ વધ્યુઃ શેખ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આવા સંજોગો ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

Gujarat Others Trending
Untitled 77 રાજ્યનું ચૂંટણીપંચ સરકારની કટપુતળી, ચૂંટણીઓથી જ કોરોના સંક્રમણ વધ્યુઃ શેખ
  • ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા HCના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર
  • કોંગ્રેસના ધારાસભ્ય કોરોના સંક્રમણને લઈને કરી માંગ
  • ગાંધીનગર ચૂંટણી યોજાશે તો સંક્રમણ વધશે
  • અનેક ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થયા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આવા સંજોગો ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.  ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસને વિનંતી કરવામાં આવીછે.

તેમને જણાવ્યું છે કે, અમદાવાદ શહેર સહિત રાજ્‍યભરમાં અસાધારણ રીતે કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્‌યા છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવ્‍યા બાદ છેલ્લા એક મહિનાથી સતત કોરોના સંક્રમણના કેસ વધી રહ્‌યા છે, જે ઉજાગર કરે છે કે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી વખતે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગના ભંગના કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેના કારણે હાલમાં કોરોનાના કેસ વધી રહ્‌યા છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના દૈનિક ૫૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્‌યા છે. ગઈકાલ તા. ૨૪ માર્ચ, ૨૦૨૧ના દિવસે સમગ્ર ગુજરાતમાં ૧૭૯૦ નવા કેસ નોંધાયા હતા, જ્‍યારે કોરોના સંક્રમણની સારવાર દરમ્‍યાન આઠ દર્દીના મોત નીપજ્‍યા હતા. અમદાવાદ શહેરમાં ૫૦૬ નવા કેસ નોંધાયા હતા, જ્‍યારે બે દર્દીના સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્‍તારની વાત કરીએ તો ૨૧ કેસ નોંધાયા હતા, જ્‍યારે એક દર્દીનું મોત નીપજ્‍યું હતું.

હાલ અમદાવાદ સહિત ગુજરાતમાં અસામાન્‍ય રીતે કોરોના સંક્રમણના કેસ વધી રહ્‌યા છે, જે ચિંતાજનક છે પણ આવા સંજોગો પાછળ ક્‍યાંકને ક્‍યાંક અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ અને અન્‍ય સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ જવાબદાર હોવાનું મનાય છે, કારણ કે, ભાજપ સત્તાપક્ષ છે અને તેના નેતાઓ ચૂંટણી દરમ્‍યાન ખુલ્લેઆમ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગનો ભંગ કરે છે, ભીડ ભેગી કરે છે અને માસ્‍ક પહેરતા નથી, જેથી અમદાવાદ સહિત રાજ્‍યભરમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે.

કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે આમ પ્રજા પાસે કોરોના ગાઈડલાઈન્‍સનું પાલન કરાવવા તંત્ર વ્‍યસ્‍ત રહે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને આગળ ધરીને જાહેરમાં માસ્‍ક ન પહેરનાર પાસેથી રૂ. ૧,૦૦૦/- જેટલી રકમનો દંડ વસુલવામાં આવે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનો અમલ સામાન્‍ય નાગરિકો માટે જ કડક રીતે અમલમાં મુકાય છે અને રાજકીય નેતાઓ તેમજ સત્તાપક્ષના કાર્યકર્તાઓ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરાવવામાં તંત્ર પાંગળું જ રહ્‌યું છે.

ગાંધીનગર રાજ્‍યનું પાટનગર છે અને રાજ્‍યમાં સૌથી સલામત કહેવાય તેવું સ્‍થળ વિધાનસભા અને સચિવાલય સંકુલ છે. હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્‌યું છે ત્‍યારે કોરોનાએ વિધાનસભા બિલ્‍ડીંગ અને સચિવાલયમાં પણ વરવું સ્‍વરૂપ ધારણ કર્યું છે. વિધાનસભાના ૧૦ જેટલા માનનીય ધારાસભ્‍ય અને સચિવાલય સંકુલમાં પણ અધિકારી-કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સ્‍વર્ણિમ સંકુલ ખાતે મુખ્‍યમંત્રીની કચેરીમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજ્‍યમાં સૌથી સલામત સ્‍થળ જ જ્‍યારે અસલામત બન્‍યું હોય ત્‍યારે ગાંધીનગર શહેર અને રાજ્‍યના અન્‍ય ભાગોની શું પરિસ્‍થિતિ હશે ? તે સમજી શકાય તેમ છે.

રાજ્‍ય સરકારની કઠપૂતળી એવા રાજ્‍ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર કરી દેવાઈ છે જેના કારણે રાજ્‍યભરમાંથી નેતાઓ અને કાર્યકરો ગાંધીનગરમાં ધામા નાંખશે, ચૂંટણીનો પ્રચાર કરશે, જેના કારણે ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશન વિસ્‍તારમાં પણ કોરોનાનો વિસ્‍ફોટ થાય તેવી સ્‍થિતિ સર્જાશે. મુખ્‍યમંત્રી દ્વારા પણ આજરોજ જાહેરાત કરવામાં આવી છે કે, હજુ એક સપ્‍તાહ સુધી કોરોનાના કેસ વધવાની શક્‍યતા છે. ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના કારણે રાજ્‍યના જે વિસ્‍તારોમાં હજુ કોરોના સંક્રમણ કાબુમાં છે ત્‍યાં પણ ચિંતાજનક વધારો થાય તેમ છે. આ સ્‍થિતિને નિવારવા માટે ગાંધીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી રદ્દ કરવી જોઈએ.