ભૂકંપ/ ઉત્તરાખંડમાં લાગ્યા ભૂકંપનાં ઝટકા,રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. પિથોરાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યાં ભૂકંપ આવ્યો છે તે નેપાળ બોર્ડર પાસેનો વિસ્તાર છે

Top Stories India
9 6 ઉત્તરાખંડમાં લાગ્યા ભૂકંપનાં ઝટકા,રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. પિથોરાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યાં ભૂકંપ આવ્યો છે તે નેપાળ બોર્ડર પાસેનો વિસ્તાર છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 12 ફેબ્રુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપ આવે ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો

1- જો તમે ઘર, ઓફિસ કે કોઈપણ બિલ્ડીંગમાં હાજર હોવ તો ત્યાંથી બહાર નીકળીને ખુલ્લામાં આવો.
2- ખુલ્લા મેદાન તરફ દોડો. ભૂકંપ દરમિયાન ખુલ્લા મેદાનથી વધુ સુરક્ષિત જગ્યા બીજી કોઈ નથી.
3- કોઈપણ બિલ્ડીંગ પાસે ઉભા ન રહો.
4- જો તમે એવી બિલ્ડિંગમાં છો જ્યાં લિફ્ટ હોય તો લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. આવી સ્થિતિમાં, સીડીનો ઉપયોગ શ્રેષ્ઠ છે.
5- ઘરનો દરવાજો અને બારી ખુલ્લી રાખો.
6- ઘરની તમામ પાવર સ્વીચ બંધ કરી દો