Not Set/ આજથી દિલ્હીમાં પણ શરૂ થઈ શાળાઓ, આ નિયમોનું કરવું પડશે પાલન

શાળાઓ શરૂ થતા શાળામાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને મળવા માટે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પહોચ્યા હતા. દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓ…

India
શાળાઓ

દેશમાં કોરોનાના ઘટતા કેસોને જોતા દેશના વિવિધ રાજ્યોમાં શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે.જેમાં ઘણી જગ્યાએ વર્ગો પણ શરૂ થઈ ગયા છે. હવે એ જ ક્રમમાં દિલ્હી સરકારે પણ શાળાઓ અને કોલેજો ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજધાનીમાં દોઢ વર્ષ બાદ આજથી ફરી એકવાર તમામ શાળા અને કોલેજો ખુલશે.દિલ્હીમાં ધીરે ધીરે કોરોનાન કેસ કાબુમાં આવતા દોઢ વર્ષ બાદ તમામ શાળા કોલેજો ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :કાનપુરમાં ફેલાયો ઝિકા વાયરસ, એક સાથે 6 લોકોમાં મળ્યો જોવા, જાહેર કરાયું એલર્ટ

DDMA માર્ગદર્શિકા મુજબ, લંચ, પુસ્તકો, સ્ટેશનરી વગેરેને વહેંચવાની મંજૂરી નથી, કારણ કે તે સ્પર્શને પ્રોત્સાહન આપી શકે છે. જે લોકો કન્ટેનમેન્ટ એરિયામાં રહે છે તેઓને ત્યાં સુધી કેમ્પસમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં જ્યાં સુધી તેમના વિસ્તારમાં કેસ ઓછા ન થાય.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજથી તમામ વર્ગો માટે શાળાઓ અને કોલેજો ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વાલીનું પ્રમાણપત્ર લઈને આવવું ફરજિયાત રહેશે. તેમજ શાળા અને કોલેજના તમામ સ્ટાફને રસીનો એક ડોઝ લેવો ફરજિયાત રહેશે.

આ પણ વાંચો :નવાબ મલિકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ પર લગાવ્યો ગંભીર આરોપ,CBI તપાસની માંગ

જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે બાળકો અને શિક્ષકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.  બે શિફ્ટમાં ચાલતી શાળાઓમાં, પ્રથમ શિફ્ટના અંત અને બીજી શિફ્ટની શરૂઆત વચ્ચે ઓછામાં ઓછું એક કલાકનું અંતર હોવું જોઈએ.

શાળાઓ શરૂ થતા શાળામાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને મળવા માટે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પહોચ્યા હતા. દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓ શાળાએ આવતા મનીષ સિસોદિયાએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

દિલ્હીમાં શાળાઓ માર્ચ 2020 માં બંધ કરવામાં આવી હતી, જ્યારે કોરોનાના ફેલાવાને કારણે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. દેશભરના રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ ફરી ખોલવા સાથે રસીકરણ દરમાં સુધારો થયો છે. દિલ્હીએ પણ ધોરણ 9 થી 12 માટે તેની શાળાઓ ફરીથી ખોલવાની શરૂઆત કરી હતી પરંતુ હવે તમામ વર્ગોને ઑફલાઇન મોડમાં ચલાવવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો :NCRBના રિપોર્ટમાં ખુલાસો દેશમાં પ્રતિદિન 31 બાળકોએ કરી રહ્યા છે આત્મહત્યા,કોરોનાના લીધે માનસિક તણાવ

આ પણ વાંચો :ગાયને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામા આવે : બાબા રામદેવ

આ પણ વાંચો :આજથી બદલાશે અનેક નિયમો જે તમારે જાણવા અનિવાર્ય છે, જાણો સમગ્ર વિગતો