Not Set/ BRTS જનમિત્ર કાર્ડ મામલે કરાયેલી પીટીશન બાદ હાઈકોર્ટ દ્વારા AMCને જવાબ રજૂ કરવા અપાયો આદેશ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચાલતી ટ્રાન્સપોર્ટ BRTSમાં કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાના હેતુથી જનમિત્ર કાર્ડ દ્વારા ટિકિટ ખરીદવાનો નવો પ્રોજેક્ટ શરુ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં જનમિત્ર કાર્ડ બનાવવાની જવાબદારી પ્રાઈવેટ સેક્ટરની બેંક ICICIને આપવામાં આવી છે, ત્યારે હવે આ મામલે વાંધો ઉઠાવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં આ […]

Top Stories Ahmedabad Gujarat Trending
Gujarat HC BRTS જનમિત્ર કાર્ડ મામલે કરાયેલી પીટીશન બાદ હાઈકોર્ટ દ્વારા AMCને જવાબ રજૂ કરવા અપાયો આદેશ

અમદાવાદ,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચાલતી ટ્રાન્સપોર્ટ BRTSમાં કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાના હેતુથી જનમિત્ર કાર્ડ દ્વારા ટિકિટ ખરીદવાનો નવો પ્રોજેક્ટ શરુ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં જનમિત્ર કાર્ડ બનાવવાની જવાબદારી પ્રાઈવેટ સેક્ટરની બેંક ICICIને આપવામાં આવી છે, ત્યારે હવે આ મામલે વાંધો ઉઠાવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં આ પીટીશન ખેમચંદ્ર કોષ્ટિ દ્વારા કરવામાં આવી છે.તેઓએ જણાવ્યું હતું કે, AMC દ્વારા BRTS માટે જનમિત્ર કાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય ગેરકાયદેસર, કારણ વિહીન અને કાયદાની વિરુધ છે.

Dk4ZwetW0AAtb4s BRTS જનમિત્ર કાર્ડ મામલે કરાયેલી પીટીશન બાદ હાઈકોર્ટ દ્વારા AMCને જવાબ રજૂ કરવા અપાયો આદેશ

તેઓએ વધુમાં જણાવવામાં આવ્યું કે, કોઈ પણ દસ્તાવેજોની જરૂર વગર રોકડ ફી ચૂકવવા માટે સ્માર્ટ કાર્ડ્સ ઉપલબ્ધ હતા, પરંતુ આ કાર્ડને હવે કઢાવવા માટે કોઈ પણ બેંકની સંડોવણી વિના કે થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે આ કાર્ડ માટે મુસાફરની પ્રાઈવેટ માહિતી પણ માંગવામાં આવી રહી છે તે વાંધાજનક છે.

હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા AMCને નોટિસ પાઠવવામાં આવી છે અને તંત્રને તાત્કાલિક જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે આ મામલે સુનાવણી ૩૧ ઓગષ્ટે હાથ ધરાશે.

આ પહેલા અરજીકર્તાએ જનાવ્યું હતું કે, “જનમિત્ર કાર્ડ ૨૦૧૭માં લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ પણ હાલમાં ખુબ મોટા પ્રમાણમાં નથી.

DMBSQ7SXkAEdZsI BRTS જનમિત્ર કાર્ડ મામલે કરાયેલી પીટીશન બાદ હાઈકોર્ટ દ્વારા AMCને જવાબ રજૂ કરવા અપાયો આદેશ

હાઈકોર્ટમાં કરવામાં આવેલી PILમાં કહેવામાં આવ્યું છે કે, “AMC દ્વારા જનમિત્ર કાર્ડને ફરજિયાતપણે ખરીદવા અથવા તો BRTS ટિકિટ માત્ર ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા જ ખરીદવા અંગે આયોજન કરાયું છે”.

આ ઉપરાંત જયારે ગ્રાહકોને આ કાર્ડ મેળવવું હશે તો તેઓએ પ્રાઈવેટ બેંકમાં ભરવામાં આવનારા ફોર્મમાં પોતાની પર્સનલ માહિતી પણ આપવી પડશે.

અરજીકર્તાએ પોતાની અરજી દ્વારા વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે, દેશભરની રેલ્વે અને દિલ્હી મેટ્રોમાં પણ કેસ રૂપિયાની સમસ્યા સામે સ્માર્ટકાર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ માટે મુસાફરને પોતાની અંગત માહિતી આપવાની હોતી નથી. પરંતુ BRTSનું જનમિત્ર કાર્ડ બનાવવા માટે મુસાફરની પ્રાઈવેટ માહિતી માંગવી એ વ્યક્તિની ગોપનીયતાનું ઉલ્લંઘન છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, BRTSનું જનમિત્ર બનાવવા માટે જરૂરી તમામ માહિતી અંગ્રેજીમાં આપવામાં આવી છે, પરંતુ શહેરના મોટા ભાગના સામાન્ય મુસાફરો લોકલ ગુજરાતી ભાષામાં બોલવાનું પસંદ કરે છે.