Not Set/ એશિયન ગેમ્સ ૨૦૧૮: પુરુષોની ૧૫૦૦ મીટરની ગેમમાં ભારતનાં જિન્સન જોનસનએ જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સનાં દસમાં દિવસે જકાર્તામાં ભારતનાં નામે વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. જે ૧૫૦૦ મીટરની પુરુષોની ગેમમાં કેરળના જિન્સન જોનસન લાવ્યા છે. આ પહેલાં ૮૦૦ મીટરની ઇવેન્ટમાં મનજીત સિંહ ગોલ્ડ મેડલ વિનર રહ્યા હતા અને આ જ ૮૦૦ મીટર ગેમમાં જોનસન સિલ્વર મેડલ વિજેતા બન્યા હતા. ૧૫૦૦ મીટરની આ ઇવેન્ટમાં જોનસન ૩:૪૪:૭૨ સેકન્ડ સાથે […]

Top Stories
5sreso2k jinson johnson એશિયન ગેમ્સ ૨૦૧૮: પુરુષોની ૧૫૦૦ મીટરની ગેમમાં ભારતનાં જિન્સન જોનસનએ જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સનાં દસમાં દિવસે જકાર્તામાં ભારતનાં નામે વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. જે ૧૫૦૦ મીટરની પુરુષોની ગેમમાં કેરળના જિન્સન જોનસન લાવ્યા છે. આ પહેલાં ૮૦૦ મીટરની ઇવેન્ટમાં મનજીત સિંહ ગોલ્ડ મેડલ વિનર રહ્યા હતા અને આ જ ૮૦૦ મીટર ગેમમાં જોનસન સિલ્વર મેડલ વિજેતા બન્યા હતા.

૧૫૦૦ મીટરની આ ઇવેન્ટમાં જોનસન ૩:૪૪:૭૨ સેકન્ડ સાથે રેસ પૂરી કરનાર પહેલાં ખેલાડી બની ગયા હતા. જયારે બીજા સ્થાન પર ઈરાનના અમીર મોરાડી ૩:45:૬૨ સેકન્ડ સાથે રેસ પૂરી કરીને સિલ્વર મેડલ વિનર બન્યા હતા.

મનજીત જે ૮૦૦ મીટર ઇવેન્ટના ગોલ્ડ ચેમ્પિયન હતા, તેઓને આ ૧૫૦૦ મીટરની ઇવેન્ટમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરીને સંતોષ માનવો પડ્યો હતો. ત્રીજા સ્થાન પર આવેલા મોહમ્મદ એ આ રેસ ૩:45:૮૮ સેકન્ડમાં પૂર્ણ કરી હતી જયારે મનજીત આ રેસને ૩:૪૬:૫૭ સેકન્ડમાં પૂર્ણ કરીને ચોથું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા.

ભારત દેશ મેડલ ટેલીમાં આઠમાં સ્થાને કે કુલ ૫૮ મેડલ સાથે. મનજીત અને જોનસન ૮૦૦ મીટર અને ૧૫૦૦ મીટરનાં રનર છે.મનજીત સિંહ હરિયાણાના છે જેમણે ઘણાં ઉતાર ચડાવ પછી પણ દેશને નામ ગોલ્ડ કર્યું હતું.