Not Set/ કેન્દ્રીયમંત્રી ભૂલ્યા ભાન!! કહ્યું “જાહેર સંપત્તિને નુકસાન કરનાર વ્યક્તિને ગોળી મારી દેવી જોઇએ”

કેન્દ્રીય સરકારનાં એક મંત્રી CAA-JMI વિરોધ પ્રદર્શન કરતાને કારણે ખુબ વ્યતિથ જોવામાં આવ્યા હતા. નેતાજી એટલા તો ગુસ્સામાં આવી ગયા હતા કે, કેન્દ્રીય મંત્રી ભાન ભૂલી બેઠા અને કઇંક આવા વિવાદીત નિવેદનો કરી બેઠા હતા. એક તો દેશભરમાં CAA મામલે ભારેલ અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે નેતાજી…. કેન્દ્રીયમંત્રી ભૂલ્યા ભાન!! અને કહ્યું “જાહેર સંપત્તિને નુકસાન […]

Top Stories India
suresh angadi કેન્દ્રીયમંત્રી ભૂલ્યા ભાન!! કહ્યું "જાહેર સંપત્તિને નુકસાન કરનાર વ્યક્તિને ગોળી મારી દેવી જોઇએ"

કેન્દ્રીય સરકારનાં એક મંત્રી CAA-JMI વિરોધ પ્રદર્શન કરતાને કારણે ખુબ વ્યતિથ જોવામાં આવ્યા હતા. નેતાજી એટલા તો ગુસ્સામાં આવી ગયા હતા કે, કેન્દ્રીય મંત્રી ભાન ભૂલી બેઠા અને કઇંક આવા વિવાદીત નિવેદનો કરી બેઠા હતા. એક તો દેશભરમાં CAA મામલે ભારેલ અગ્ની જેવી સ્થિતિ છે ત્યારે નેતાજી…. કેન્દ્રીયમંત્રી ભૂલ્યા ભાન!! અને કહ્યું “જાહેર સંપત્તિને નુકસાન કરનાર વ્યક્તિને ગોળી મારી દેવી જોઇએ”

નાગરિકત્વ કાયદાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં દેશમાં થયેલા અનેક વિરોધ પ્રદર્શનમાં જાહેર સંપત્તિને નુકસાન થયું છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ આંગડીએ કહ્યું છે કે આવા લોકોને જોવો ત્યાં જ ગોળી મારી દેવી જોઈએ.

રાજ્યમંત્રી સુરેશ આંગડીએ કહ્યું  કે  13 લાખ કર્મચારી રેલ્વેના વિકાસ માટે કામ કરી રહ્યા છે. અને કેટલાક તોફાની તત્વો વિપક્ષને ટેકો આપી રહ્યા છે, તે તોડફોડ કરી રહ્યા છે. કોંગ્રેસ સમર્થિત સ્થાનિક લોકો અર્થવ્યવસ્થાના પતનમાં રોકાયેલા છે.

મંત્રી સુરેશ આંગડીએ વધુમાં કહ્યું કે, હું રેલ્વે અધિકારીઓને સખત ચેતવણી આપું છું કે જો કોઈ રેલ્વે સહિતની જાહેર સંપત્તિનો નાશ કરે છે, તો મંત્રી તરીકે મેં તેમને દેખો ત્યાં શૂટ કરવાની સૂચના આપી છે.

નોંધપાત્ર વાત એ છે કે સુધારેલા નાગરિકત્વ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં દેખાવો દરમિયાન બસો સહિતના અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને જાહેર મિલકતોને નુકસાન થયું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.