Not Set/ હેલ્મેટ/ પહેલા ફરજીયાત, હવે છુટ કેમ ? રોડ સેફ્ટિ કાઉન્સલે માગ્યો સરકાર પાસે જવાબ

રાજ્યમાં હેલ્મેટના કાયદાને હળવો કરવાનો મામલો પ્રથમ રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત અને પછી છૂટછાટ રોડ સેફટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માંગ્યો જવાબ સીએસ અનિલ મુકીમ પાસે માંગ્યો ખુલાસો રાજ્યમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ શા માટે    રાજ્યભરમાં કેન્દ્ર સરકારનાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોના અમલીકરણ બાદ વિરોધના સૂરો ઉઠ્યા હતા. ટ્રાફિકના નિયમન અને ખાસ કરીને હેલ્મેટ ફરજિયાત પહેરવાના […]

Top Stories Gujarat
road safety હેલ્મેટ/ પહેલા ફરજીયાત, હવે છુટ કેમ ? રોડ સેફ્ટિ કાઉન્સલે માગ્યો સરકાર પાસે જવાબ
  • રાજ્યમાં હેલ્મેટના કાયદાને હળવો કરવાનો મામલો
  • પ્રથમ રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત અને પછી છૂટછાટ
  • રોડ સેફટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માંગ્યો જવાબ
  • સીએસ અનિલ મુકીમ પાસે માંગ્યો ખુલાસો
  • રાજ્યમાં હેલ્મેટના કાયદામાંથી મુક્તિ શા માટે   

રાજ્યભરમાં કેન્દ્ર સરકારનાં મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોના અમલીકરણ બાદ વિરોધના સૂરો ઉઠ્યા હતા. ટ્રાફિકના નિયમન અને ખાસ કરીને હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદાના કારણે શહેરી વિસ્તારમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે પહેલાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલા દંડની રકમમાં છૂટછાટ આપી અને દંડની રકમ ઓછી કરી અને બાદમાં શહેરમાં વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યુ હતું.

સરકારની આ છૂટછાટ સામે રોડ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ખુલાસા માંગ્યો છે. રોડ સેફ્ટિ કાઉન્સલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત સરકારના આ નિર્ણય બદલ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પાસે ખુલાસો માંગ્યો છે અને પૂછ્યું છે કે રાજ્યમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ શા માટે? આપને જણાવી દઇએ કે, ગુજરાત સરકારે 5મી ડિસેમ્બરકે એક નિર્ણય લેતા શહેરી વિસ્તારમાં ટૂ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ મરજિયાત બનાવી દીધું હતું. રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાની હદના વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં છૂટછાટ આપી હતી. જોકે, રાષ્ટ્રીય કે રાજ્યના ધોરીમાર્ગો તથા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત જ રહેશે. તો છુટ પર હવે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે રોડ સેફ્ટિ કાઉન્સલ ઓફ ઇન્ડિયાને જવાબ આવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.