Not Set/ ગાંધીનગર-અમદાવાદમાં વહેલી સવારે જોવા મળ્યું ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય

રાજ્યમાં કોરોનાનાં કેસની રફ્તાર વધી છે, સાથે સાથે હવે ઠંડીની મોસમમાં પણ વધારો થયો છે. જી હા, રાજ્યમાં આજે વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે.

Top Stories Ahmedabad Gujarat
ધુમ્મસનું સામ્રાજ્ય

રાજ્યમાં કોરોનાનાં કેસની રફ્તાર વધી છે, સાથે સાથે હવે ઠંડીની મોસમમાં પણ વધારો થયો છે. જી હા, રાજ્યમાં આજે વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. ખાસ કરીને રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી વહેલી સવારે ગાઢ ધુમ્મસનાં કારણે ઝીરો Visibility હતી.

રાજ્યમાં ધુમ્મસ

આ પણ વાંચો – OMG! / ભગવાને કળિયુગમાં લીધો અવતાર! મહિલાએ ચાર હાથ-પગવાળા બાળકને આપ્યો જન્મ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં આજે (શુક્રવાર) વહેલી સવારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે ચારે દિશામાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ સર્જાતા નજારો બરફીલા પ્રદેશ જેવો બન્યો હતો. ધુમ્મસ એટલી હતી કે વાહન ચાલકોને તેમનુ વાહન ધીમે ચલાવવાની ફરજ પડી હતી. આપને જણાવી દઇએ કે, આગામી દિવસોમાં હજુ ઠંડીનું જોર વધશે. આજે સવારથી રાજ્યનાં લગભગ દરેક જિલ્લાઓમાં ઝાકળ પડી હતી. ત્યારે જે લોકો સવારે મોર્નિંગ વોર્કમાં જાય છે તેઓ આ ખુશનુમા વાતવરણ જોઇને આનંદિત થયા હતા. વળી વાતાવરણ એવુ હતુ કે રોડ-રસ્તાઓ પર વાહન ચાલકોએ તેમના વાહનની લાઇટ ચાલુ રાખવી પડી હતી.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી
રાજ્યમાં ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે
21-22 જાન્યુ. કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે રહેશે વરસાદ
દરિયાઈ કાંઠામાં 60 કિમી ઝડપે પવનોની ગતિ રહેશે
ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં ધુમ્મસ

રાજ્યમાં આજે ધુમ્મસનું વાતાવરણ સર્જાયુ છે. ત્યારે હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનુમાન લગાવવામાં આવ્યો છે કે, રાજ્યમાં ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયાઇ કાંઠામાં 60 કિમી ઝડપે પવનોની ગતિ રહેશે. વળી આ આગાહીને જોતા ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય
ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વિઝીબિલિટી
વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી
ગાઢ ધુમ્મસના કારણે ઠંડી વધી

આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. વાહન ચાલકોને વાહ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, આ ગાઢ ધુમ્મસનાં કારણે ઠંડીમાં વધારો ઝીંકાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….