Loksabha Election 2024/ સાબરકાંઠાની બેઠક મામલે ભાજપમાં આંતરીક ડખો, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નારાજ નેતાઓ સાથે કરશે મુલાકાત

સાબરકાંઠામાં ભાજપની બેઠકનો મામલો વધુ પેચીદો બન્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી આજે હિમંતનગર અને અરવલ્લીની મુલાકાતે છે. દરમ્યાન બેઠકના ઉમેદવારને લઈને નારાજ નેતાઓ સાથે મુલાકાત કરશે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 29T140807.705 સાબરકાંઠાની બેઠક મામલે ભાજપમાં આંતરીક ડખો, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નારાજ નેતાઓ સાથે કરશે મુલાકાત

ગુજરાત : સાબરકાંઠામાં ભાજપની બેઠકનો મામલો વધુ પેચીદો બન્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે હિમંતનગર અને અરવલ્લીની મુલાકાતે છે. દરમ્યાન બેઠકના ઉમેદવારને લઈને નારાજ નેતાઓ સાથે મુલાકાત કરશે. લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવે છે તેમ-તેમ ઉમેદવારો, કાર્યકર્તાઓ અને વિરોધપક્ષ ભાજપનું નાક દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપમાં ચૂંટણી પહેલા જ ગઢ મનાતા એવા ગુજરાતમાં આતંકરિક ડખો જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠા ગુજરાતની પાંચમાં નંબરની લોકસભા બેઠક છે. આ બેઠક વધુ મહત્વની માનવામાં આવે છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે સાબરકાંઠા બેઠક પર પહેલા ભીખુજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ ભીખુજી ઠાકોરે કોઈકારણસર ચૂંટણી લડવાની ના પડતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી. બસ ત્યારબાદથી સ્થાનિક નેતા અને કાર્યકરો નારાજ થયા છે અને ભીખુજી ઠાકોર જ ચૂંટણી લડે તેવી માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ સાબરકાંઠા બેઠક પરથી ડો. તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. આથી જ ભીખુજી ઠાકોરના સમર્થકોનું માનવું છે કે તેઓ કોંગ્રેસ નેતા ડો.તુષાર ચૌધરીને વધુ સારી રીતે ટક્કર આપી શકે છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવી સાબરકાંઠા બેઠકની મડાગાંઠ ઉકેલવા આજે સવારથી સાબરકાંઠા અને અરવલ્લીના પ્રવાસે છે. આજે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ નિવાસસ્થાને આ સંદર્ભે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે.ડી પટેલ, મહામંત્રી વિજય પંડ્યા, લોકસભા કલસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનોએ આ બેઠકમાં હાજરી આપી હતી. હર્ષ સંઘવી ભીખાજી ઠાકોરના સમર્થકો કે જેઓ ભાજપે જાહેર કરેલ શોભના બારૈયાનો વિરોધ કરી રહ્યા છે તેમની સાથે રૂબરૂ મુલાકાત કરી મનાવવા પ્રયાસ કરશે. મહત્વનું છે કે પ્રદેશ કાર્યાલય તરફથી આ વિરોધનો ઉકેલ લાવવા ભીખાજી ઠાકોરને સૂચના આપી હતી છતાં પણ વિરોધ યથાવત રહેતા આખરે હર્ષસંઘવી મેદાનમાં ઉતર્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે ઉમેદવારો જાહેર કરતા જ રાષ્ટ્રીય તેમજ સ્થાનિક સ્તરે ઉમેદવારના વિરોધમાં સૂર ઉઠ્યા હતા. રાજ્યમાં રંજનબેન ભટ્ટનો વિરોધ થતાં તેમણે ચૂંટણી નહી લડું તેવી જાહેરાત કરી હતી જેના બાદ કેટલાક વિરોધીઓને હવા મળી છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ઉઠેલ વિરોધને ખાળવામાં સફળતા મળી હતી. પરંતુ સાબરકાંઠામાં વિરોધ યથાવત રહેતા દિગ્ગજોએ સુકાન સંભાળવી પડી છે. કેમકે સાબંરકાંઠા બેઠક ગુજરાત માટે વધુ મહત્વની માનવામાં આવે છે. દેશના પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાઆ બેઠક પરથી ત્રણ વાર સાંસદ બન્યા હતા. તેમજ રાવણનું પાત્ર ભજવી લોકપ્રિય થનાર અરવિંદ ત્રિવેદી એક વાર સાંસદ બન્યા હતા. આ ઉપરાંત સાબરકાંઠા સીટના પ્રથમ મહિલા સાંસદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરસિંહ ચૌધરીની દિકરી નિશા ચૌધરી હતા.

સાબરકાંઠા લોકસભા બેઠકમાં ખેડબ્રહ્મા, ભિલોડા, હિંમતનગર,ઇડર,મોડાસા,બાયડ,પ્રાતિંજ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે હિંમતનગરમાં વિધાનસભા વિસ્‍તારમાં 326, ઇડરમાં 333, ખેડબ્રહ્મામાં 323 અને પ્રાંતિજમાં 297 મળી કુલ 1279 મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના 574490 પુરૂષ, 552755 સ્‍ત્રી તેમજ 46 અન્ય એમ મળી જિલ્‍લાના કુલ 1127291 મતદારો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે

આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે 

આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક