Not Set/ રાજ્યમાં લૂંટનાં બે બનાવો, અમદાવાદ અને કાંકરેજનાં વેપારી લૂંટાયા

ગુજરાતભરમાં ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાનાં બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. રાજ્યમાં ગુનાખોરીએ માજા મુકી હોય તેમ કોઇને કોઇ ચોરી અને લૂંટની વારદાત બનતી જ રહે છે અને બદમાશો કોઇનાં ડર વીના આવી ઘટનાને અંજામ આપી આબાદ રીતે ફરાર થઇ જોતા હોય છે. લૂંટારૂઓ અને બદમાશોમાં પોલીસની ઘાક અને ડર ખતમ થઇ ગયો […]

Ahmedabad Gujarat Others
robbery રાજ્યમાં લૂંટનાં બે બનાવો, અમદાવાદ અને કાંકરેજનાં વેપારી લૂંટાયા

ગુજરાતભરમાં ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાનાં બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. રાજ્યમાં ગુનાખોરીએ માજા મુકી હોય તેમ કોઇને કોઇ ચોરી અને લૂંટની વારદાત બનતી જ રહે છે અને બદમાશો કોઇનાં ડર વીના આવી ઘટનાને અંજામ આપી આબાદ રીતે ફરાર થઇ જોતા હોય છે. લૂંટારૂઓ અને બદમાશોમાં પોલીસની ઘાક અને ડર ખતમ થઇ ગયો હોય તેમ રાજ્યમાં આજે પણ લૂંટની બે ઘટના સામે આવી છે.

robbery.jpg1 રાજ્યમાં લૂંટનાં બે બનાવો, અમદાવાદ અને કાંકરેજનાં વેપારી લૂંટાયા
પ્રતિકાત્મક ફોટો

અમદાવાદમાં 14 લાખની લૂંટ

અમદાવાદના નવા નરોડામાં લૂંટની ઘટના બની હતી. કારનો કાચ તોડીને 14 લાખની લૂંટ કરવામાં આવી હતી. ડ્રાઇવરની બાજુની સીટની નીચે પડેલા પૈસા ભરેલી બેગ લઇ આરોપી ફરાર થઇ ગયો હતો. નરોડાનાં ખાંડનાં વેપારી બાપુનગર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇને આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. પોલીસે આ ઘટનાને લઇને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના કાંકરેજમાં 4.5 લાખની લૂંટ

બનાસકાંઠાના કાંકરેજમાં લૂંટ થઇ હોવાની ઘટના બની હતી. વેપારીના સાડા ચાર લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. હસમુખ ઠક્કર નામના વેપારી પોતાની દુકાન બંધ કરીને લોક ચેક કરતાં હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. બાઇક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો હતો. આ બન્ને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.